સ્પોર્ટસ

ચાલુ મેચમાં જ્યારે આખલાએ લીધી ક્રિકેટ ગ્રાઉન્ડ પર એન્ટ્રી અને…

જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ હજારો-લાખો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે જેમાંથી સેંકડો વીડિયો વાઈરલ થઈ જાય છે. એમાં પણ ક્રિકેટ ગ્રાઉન્ડની વાત કરીએ તો ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી તો અવારનવાર ફની અને મજેદાર લાગતા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળતાં જ હોય છે. પરંતુ જરા વિચારો કે મેચ ચાલી રહી હોય અને જો ચાલુ મેચમાં અચાનક જ ગ્રાઉન્ડ પર આખલાની એન્ટ્રી થઈ જાય તો?

ચાલો આજે તમને એ વીડિયો વિશે પણ જણાવી જ દઈએ. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે જેમાં ચાલુ મેચ દરમિયાન એક આખલો મેદાનમાં એન્ટ્રી લે છે અને એના પછી જે થાય છે એ ખરેખર ખૂબ જ ચોંકાવનારું છે. આવો જોઈએ શું થાય છે આ પછી…


માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ X પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે અને વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોઈ ગામમાં ક્રિકેટ મેચ રમાઈ રહી છે અને અચાનક જ એક આખલો વિકેટ તરફ આવો દેખાય છે. સૌથી પહેલા આખલો વિકેટકિપરની દિશામાં આગળ વધે છે અને આ જોઈને વિકેટકિપર ત્યાંથી ભાગવા લાગે છે.

https://twitter.com/mufaddal_vohra/status/1759555762018488705?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1759555762018488705%7Ctwgr%5Ed62e03fce02c042b0fcb7b63fcdf97abf8596d13%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.hindustantimes.com%2Ftrending%2Fbull-chases-players-during-a-local-cricket-match-watch-shocking-video-101708430225299.html



આ જોઈને આખલાને સ્ટ્રાઈકર એન્ડ પર હાજર બેટ્સમેન બેટ બતાવીને બળદને ભગાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગભરાવવાને બદલે આખલો વધારે ગુસ્સે થાય છે અને તે આ બેટ્સમેનનો પીછો કરવા લાગે છે. બેટ્સમેન કોઈક રીતે ત્યાંથી ભાગી જાય છે. પરંતુ ઝડપથી દોડતી વખતે આખલો અચાનક અમ્પાયર અને બોલર તરફ વળે છે. આ જોઈને બોલર અને અમ્પાયર બંને ભાગવા લાગે છે અને આ રીતે આખલાની અનવોન્ટેડ એન્ટ્રીને કારણે મેચ અધ વચ્ચે રોકવી પડે છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને નેટિઝન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને લોકો પોતાને હસવાનું રોકી શકતા નથી. ફેન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત