લોકસભા સંગ્રામ ૨૦૨૪સ્પોર્ટસ

લોકસભા ચૂંટણી માટે શુભમન ગિલને પંજાબનો સ્ટેટ આઇકોન બનાવ્યો, મતદાતાઓને મતદાન માટે કરશે જાગૃત

ચંડીગઢ: પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે ભારતીય ક્રિકેટર શુભમન ગિલને આગામી લોકસભા ચૂંટણી માટે સ્ટેટ આઇકોન' બનાવ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી સિબિન સીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગિલ મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ ઝુંબેશનો ભાગ બનશે જેથી મતદાનની ટકાવારી 70 ટકાના આંકને વટાવી જાય. ચૂંટણી અધિકારીઓએ આ વખતે 70ને પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પંજાબમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 13 સીટો માટે 65.96 ટકા મતદાન થયું હતું. સિબિને જણાવ્યું હતું કે ગિલ પંજાબનો છે. તે રમતપ્રેમીઓમાં ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય છે અને તેને ચૂંટણી માટેસ્ટેટ આઇકોન’ બનાવવામાં આવ્યો છે. શુક્રવારે પંજાબના તમામ ડેપ્યુટી કમિશનરો સાથેની મિટિગમાં તેમને એવા વિસ્તારોની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું હતું જ્યાં ગત ચૂંટણી દરમિયાન મતદાનની ટકાવારી ઓછી હતી.
તેમણે કહ્યું હતું કે આવા વિસ્તારોમાં ગિલ દ્વારા ચલાવવામાં આવતા જાગૃતિ અભિયાનો અને અપીલો મતદારોને પ્રોત્સાહિત કરશે અને મતદાનની ટકાવારી વધારવામાં મદદ કરશે.
અગાઉ લોકપ્રિય પંજાબી સિંગર તરસેમ જસ્સરને પણ ‘સ્ટેટ આઇકોન’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તે પણ અભિયાન ચલાવશે. નોંધનીય છે કે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત