તરોતાઝા

પગની કપાશી પ્રત્યે બેપરવા ન રહો

વિશેષ – ડૉ. માજિદ અલીમ

પગ આપણા શરીરનો મહત્ત્વનો ભાગ છે. તેના પર આખા શરીરનું વજન ટકેલું છે અને તેથી આપણે પગની દેખભાળ પ્રત્યે સજાગ રહેવું જોઇએ.
પગ પ્રત્યેની લાપરવાઇ ઘણી વખત મુશ્કેલી ઊભી કરી શકે છે. પગ પર સતત આવતા દબાણથી પગના નીચેના ભાગ, આંગળી, અંગૂઠાની અમુક ત્વચા કડક થઇ જાય છે અને રક્તપ્રવાહના અભાવને લીધે કણી (ગાંઠ) જેવી કપાશી બને છે.
કપાશીનો ઇલાજ ઘરમાં જ સરળતાથી નીચે જણાવ્યા મુજબ કરી શકાય છે –

  • એક ટબમાં હૂંફાળું પાણી લઇને તેમાં પગ દસથી પંદર મિનિટ સુધી રાખો. તેને લીધે પગની ચામડી મુલાયમ થશે અને પગમાં જ્યાં કપાશી થઇ હોય તેની ચામડી પણ ધીરે ધીરે નરમ પડશે. આ પ્રયોગ થોડા દિવસ કરો.
  • પગની કપાશીને દૂર કરવા માટે બ્લેડ કે તીક્ષ્ણ ધારવાળી અન્ય વસ્તુનો જાતે ઉપયોગ નહિ કરતા, કારણ કે તેમ કરવાથી ચામડીમાં ઘા થઇ શકે છે.
  • કપાશી (ગાંઠી કે કણી)ની જગ્યાએ ચામડી પર મૉઇસ્ચરાઇઝિંગ ક્રીમ અને નારિયેળનું તેલ લગાડો તેમ જ ધીરે ધીરે મસાજ કરો. પગમાંની કપાશી જો સરળતાથી દૂર ન થાય, તો જાતે તેને દૂર કરવાને બદલે ચામડીના ડૉક્ટર પાસે જ જવું. તેના પ્રત્યે બેપરવાઇ ન રાખવી. અમુક કિસ્સામાં પગની કપાશી દૂર કરવા માટે સર્જરી પણ કરાવવી પડે છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button