તરોતાઝા

કાળા ફળ: સોનેરી સ્વાસ્થ્ય

તંદુરસ્તી-મનદુરસ્તી – રાજકુમાર `દિનકર’

સદીયો અગાઉ મહાન અંગ્રેજ લેખક શેક્સપિયરે કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે?' એ જ પ્રમાણે દાયકાઓ અગાઉ બોલીવુડના એક ગીતકારે કહ્યું હતુંગોરે રંગ પે ઈતના ગુમાન અચ્છા નહીં’. સ્વાભાવિક રીતે જ એમ કહેવાનો અર્થ એ હતો કે ગોરો રંગ ન હોય કે જેનું નામ સારું ન હોય એ લોકો પણ કામના તેમ જ મહત્ત્વના હોઈ શકે છે. ખાણીપીણીની બાબતમાં પણ આ વાત સો ટકા સાચી ઠરે છે. અમુક ફળ દેખાવમાં લીલા કે સુંદર ન હોય અને કાળાં હોય, પરંતુ આ ફળો પૌષ્ટિકતા અને શરીરની રોગપ્રતિકારક શક્તિ માટે વરદાનરૂપ હોય છે.
ચાલો આવા ફળો પર એક દૃષ્ટિ નાખીએ.


કાળા સફરજન
કાળા સફરજન બ્લૅક ડાયમંડ એપલ તરીકે પણ જાણીતાં છે. આ સફરજનને આરોગ્ય માટે કોઈ હીરા જેવું કહે તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કેમ કે કાળા સફરજનમાં હીરા કરતાં પણ વધુ મૂલ્યવાન ખૂબીઓ છે. કાળા સફરજન પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર છે. કાળા સફરજનમાં એન્ટિ ઑક્સિડન્ટ, વિટામિન-એ અને ઍન્ટિ બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં જબરજસ્ત વધારો કરે છે. આંખો માટે પણ તે ફાયદાકારક છે. કાળા સફરજન શરીરના બૅડ કોલેસ્ટોરલનેો ઘટાડો કરવાની સાથે સાથે લોહીના લાલ કણ બનાવવામાં અને લોહતત્ત્વોને શોષવામાં મદદ કરે છે. કાળા સફરજનમાં લોહતત્વ, વિટામિન-ડી12ની સાથે સાથે રાઈબોપલેબિંગ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

કાળી દ્રાક્ષ
આમ તો લીલી દ્રાક્ષ પણ આરોગ્ય માટે લાભકારી જ લેખાય છે, પરંતુ કાળી દ્રાક્ષની વાત જ કંઈ અલગ છે. કાળી દ્રાક્ષમાં તમામ પ્રકારની ખૂબીઓ જોવા મળે છે. હૃદયને લગતી બીમારી માટે કાળી દ્રાક્ષ ઉમદા છે. ફેફસાના કેન્સરમાં પણ તે રાહત પહોંચાડે છે. અલ્ઝાઈમર એટલે કે યાદશક્તિ સંબંધિત બીમારીને તે રોકે છે. કાળી દ્રાક્ષ શરીરમાં કોલેસ્ટોરલનું સ્તર જાળવવામાં પણ મદદ કરે છે. સ્વાદની બાબતમાં કાળી દ્રાક્ષની તોલે કોણ આવે?

કાળા જાંબુ
જેને કાળા જાંબુ ન ભાવે એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળશે. અતિ કાળા સ્વાદિષ્ટ જાંબુનો પ્રત્યેક હિસ્સો ખૂબ જ પૌષ્ટિક હોય છે. કાળા જાંબુનો ઠળિયો બોરના ઠળિયાની જેમ સખત અને ઠળિયા ઉપરનો માવો એકદમ નરમ અને રસદાર હોય છે. પેટની બીમારી ધરાવતા દરદીઓ માટે કાળા જાંબુ ફાયદાકારક છે તો ડાયાબિટીસના દરદીઓ માટે પણ આ જાંબુ રામબાણ ઈલાજ છે. જાંબુ એવું ફળ છે જેનો પ્રત્યેક હિસ્સો પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. એ પછી એનો માવો હોય, રસ હોય કે પછી તેનો ઠળિયો પણ કેમ ન હોય. આ કારણે જ કાળા જાંબુને ડિવાઈન ફ્રૂટ એટલે કે દૈવીય ફળ કહેવાય છે.

બ્લૅકબેરી
ખરીદવામાં બ્લેકબેરી ભલે ઘણી મોંઘી હોય છે, પરંતુ તેની કિંમતને જો પૌષ્ટિકતા સાથે આંકવામાં આવે તો બ્લૅકબેરી જબરજસ્ત ફાયદાકારક છે. બ્લૅકબેરીમાં વિટામિન-સી, વિટામિન- એ, વિટામિન-ઈ, વિટામિન-કે અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. બ્લૅકબેરી પણ ટાઈપ-ટૂ ડાયાબિટીસ અને હૃદયના દરદીઓ માટે રામબાણ ઈલાજથી ઓછી નથી. બ્લૅકબેરી ખાવાથી સ્તન કેન્સર અને સર્વાઈક કેન્સરનું જોખમ ઘટે છે. બ્લૅકબેરી કમાલનું સુપર ફ્રૂટ છે.

કાળા શેતૂર
કાળા શેતૂરમાં પૈક્ટિન જેવા તત્ત્વ મળે છે જે એક પ્રકારનું ફાઈબર છે. આ ફાઈબર મળને આંતરડામાંથી સરળતાથી પસાર થવામાં મદદ કરે છે. મતલબ શેતૂર પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. કાળા શેતૂરમાં વિટામિન-એ, વિટામિન-ઈ, પોટેશ્યિમ, ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. આ કારણે ત્વચા માટે તે ખૂબ ફાયદાકારક હોય છે. શેતૂર ખાવાથી ત્વચાના ડાઘ અને ધબ્બા દૂર થઈ જાય છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button