તરોતાજા રહેવા કેવા કેવા ઉપાય – ઉપચાર શોધાઈ રહ્યા છે આજકાલ?
હેલ્થકેર ક્ષેત્રે જગતભરમાં કેવાં શોધ- સંશોધન થઈ રહ્યાં છે એની એક આગવી ઝલક જોવા મળી તાજેતરમાં દુબઈ ખાતે આયોજિત `આરબ હેલ્થ કેર- 2024′ પ્રદર્શનમાં..
કવર સ્ટોરી – દિનેશ ગાઠાણી (દુબઈ)
કોઈ પણ ક્ષેત્રે -ખાસ કરીને નવી ટેક્નોલોજી અને આરોગ્યના ફિલ્ડમાં સૌથી વધુ શોધ -સંશોધન છેલ્લી બે સદી એટલે કે 19મી અને 20મી સદીમાં થયાં છે અને આ 21મી સદીને તો હજુ 24 વર્ષ જ થયાં છે એમાં માનવીએ જે ઝડપથી પ્રગતિ કરી છે એ અવાક પમાડી દે એવી છે…એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે A1- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા) છે…
જો કે આપણે સ્વીકારવું પડશે કે આ અને આગામી સદી હેલ્થકેરની છે. માનવી માત્ર જાતભાતની શોધ- સંશોધનમાં પોતાની આયુના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપી રહ્યો છે. એણે શતાયુ થવું છે-લાંબી આયુ ભોગવવી છે અને એ પણ તાજામાજા રહીને.! એમાં કંઈ ખોટું પણ નથી. એ એનો જન્મસિદ્ધ અધિકાર છે.અને આના માટે દવા બનાવતા ફાર્મા ઉદ્યોગનો વિકાસ કરવો પડે.
જગતમાં સતત નવા-નવા રોગ-બીમારી વધી રહ્યા છે. આખા વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાઈરસ બાદ કોઈ પણ વ્યકિતના અણધાર્યા કે કસમયે મૃત્યુ થવાના કિસ્સા વધી રહ્યા છે. યુવાનવયે હાર્ટએટેકના સમાચાર – અહેવાલ હવે સામાન્ય બનતા જાય છે. જેટલી નવી નવી દવા શોધાય છે તેનાથી વધુ અગાઉ નામ પણ સાંભળ્યું નહોતું એવા નવા રોગને કારણે બીમારીમાં ગૂંચવણો વધી રહી છે માનસિક રોગો પણ હદબહાર વધી રહ્યા છે. આવા સમયમાં માનવ જગતને સૌથી વધુ જરૂર રોગો સામે લડવા કરતાં
એ રોગ સામે વધુ સજજ થવાની છે.રોગ ત્રાટકે પછી ઉપચાર શોધવાને બદલે (જેમ કોવિડ વખતે થયું) એ રોગને આગોતરા કઈ રીતે પારખીને એનો સામનો કરી શકે એવી દવા વિશે સંશોધન થઈ શકે એ વિચારવાનો.
એ માટે શું અને કેવા અગમચેતી-પ્રિવેન્શનના કદમ ભરી શકાય-એમાં આધુનિક ટેકનોલોજીની કઈ રીતે મદદ લઈ શકાય, વગેરે એ દિશામાં વિચારવા તાજેતરમાં એક છત્ર હેઠળ દુબઈમાં અનેક દેશોના સ્વાસ્થ્ય ઉદ્યોગ-ફાર્મા ઉદ્યોગના તેમ જ તબીબી વિજ્ઞાનના નિષ્ણાંતોએ ભેગા થઈને પોતાનાં સંશોધનની આપ-લે કરી હતી.
આ ચાર દિવસના આરબ હેલ્થકેર- 2024' પ્રદર્શનમાં 180 દેશ સહભાગી થયા હતા. વિશ્વના આ સૌથી વિશાળ પ્રદર્શનમાં (વરસો વરસની પરંપરા પ્રમાણે આ 49મું પ્રદર્શન હતું.) મુખ્યત્વે અમેરિકા-ઓસ્ટે્રલિયા- બેલ્જિયમ- બ્રાઝિલ- કેનેડા - ચીન- ઈજિપ્ત- જર્મની - સિંગાપોર અને ભારત જેવા અગ્રણી દેશ સામેલ હતા. 3450 ફાર્મા અને હેલ્થકેયર કંપનીએ પોતાના આઉટલેટસ-કાઉન્ટર રાખ્યા હતા. અહીં સ્વાસ્થ્ય સંબંધિત 1,10,000 જેટલા ડૉક્ટર્સ, વૈજ્ઞાનિકો, તક્નિકી જાણકારો અને સતત નવા તબીબી સાધનોની શોધ કરનારા નિષ્ણાતો, વગેરે લોકોએ આ પ્રદર્શનની પણ વિશેષ મુલાકાત લીધી હતી. રોજના 25,000 થી વધુ મુલાકાતીઓથી ઉભરાતા આવા વિશાળ આયોજનનું મુખ્ય લક્ષ્ય કેવળ વેપારનું ન હતું. એ જ રીતે, તે માત્ર ફાર્મા અને દવા સંબંધિત સીમિત પણ નહોતું. એ
કનેક્ટિંગ માઈન્ડ્સ એન્ડ ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર’ ના સૂત્રને યથાર્થ કરનારું હતું. પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર જેવી જાણીતી ઉક્તિથી એ બે ડગ આગળ વધી સ્વાસ્થ્ય ક્ષેત્રે સજાગતા -સમય સૂચકતા અને સાચી માહિતી તેમજ અત્યાધુનિક ટેક્નોલોજીના જોડાણથી વિવિધ રોગોનો કઈ રીતે સામનો કરીએ, કેવી ક્રાંતિ સર્જી શકાય એ દર્શાવાનો ખાસ હેતુ રહ્યો. આના દ્વારા માનવીને કેમ ઓછામાં ઓછી પીડા સાથે બહેતર જીવન પ્રદાન કરી શકાય એ લક્ષ્યને પણ અહીં કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું હતું. સતત સંશોધન અને અવનવા પ્રયોગો અને આજની આધુનિક ટેકનોલોજીની મદદથી સ્માર્ટ હોસ્પિટલના મોડેલ તેમજ સમયસર ખામી રહિત નિદાન માટે જરૂરી એવાં સાધનોના અવનવા નમૂના-મોડેલ્સ પણ અહીં રજૂ થયા.
બીજી તરફ, હેલ્થકેર ઉદ્યોગના સ્ટાર્ટઅપ માટે તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ક્રિયેટ (CRE8) સંગઠનનું આયોજન પણ આ પ્રદર્શનનું વિશેષ પાસું હતું, જેના પરિણામે ભવિષ્યમાં પ્રતિભાશાળી યુવાનોને એમના પોતાના મૌલિક વિચારને અવનવા આઇડિયાઝને રજૂ કરવાની તક મળશે.
દુબઈના આ `આરબ હેલ્થકેર – 2024’ના આયોજનમાં ભારતનો પ્રભાવ – અગ્રતા અને વિશેષતા જોવા મળ્યું. 180 દેશની વચ્ચે ભારતનું Pharmaexcil ( pharma export promotion council of India)નું પેવેલિયન બધા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. 2004 થી કાર્યરત ઙવફળિફયડ્ઢભશહ ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીસના નિયમન અને નિકાસ સહયોગ માટેની એક અધિકૃત સંસ્થા છે. એનાં ઘણા ખરા સભ્યોએ આ પ્રદર્શનમાં ગૌરવભેર ભાગ લીધો હતો.
Pharmaexcil ની માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ભારતના ફાર્મા ક્ષેત્રની કુલ નિકાસ 25.4 બિલિયન ડોલર રહી હતી. વિશ્વની ફાર્મા બજારમાં હિસ્સાની દ્રષ્ટિએ હાલ ભારત 11મું સ્થાન ધરાવે છે અને આજ રીતે આગેકૂચ ચાલુ રહી તો આવતા વર્ષે 2025માં ભારત 9માં ક્રમે હશે!
જેનરિક દવાના ક્ષેત્રે આપણું સ્થાન અવ્વલ રહ્યું છે. 2022માં ભારતનો હિસ્સો 422.81 બિલિયન ડોલર હતો. WHO જેવી સંસ્થાએ સૌથી સસ્તી અને સારી વેક્સિન બનાવનાર દેશ તરીકે ભારતના આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ વખાણ કર્યાં છે.
દુનિયામાં જરૂરી એવી 65% વેક્સિન ભારત બનાવે છે. વિશ્વની ટોચની 20 જેનરિક કંપનીમાં 8 કંપનીઓ ભારતની છે. તબીબી ભૂલોના ભોગનો મુદો આ વિશાળ પ્રદર્શનનો એક અગત્યનો ઉદેશ એ હતો કે સંભવિત મેડિકલ ખામીઓને કેવી રીતે દૂર કરવી અને મેડિકલ ભૂલ અથવા માનવીય સામાન્ય ક્ષતિઓને કારણે દરદીઓ જે-તે ભૂલનો ભોગ બને છે તે કઈ રીતે ઘટાડવી જોઈશે. હૃદય રોગ અને કેન્સર પછી મૃત્યુના ત્રીજા મોટા કારણમાં મેડિકલ ભૂલોનો સમાવેશ થાય છે. સમય સૂચકતા, રોબોટ જેવાં યંત્રો તેમજ આધુનિક ટેક્નોલોજીની મદદથી વધુ ચોક્કસાઈવાળી નિદાન પદ્ધતિઓ અપનાવી તાત્ત્કાલિત સારવાર શરૂ કરવાના લક્ષ્યની ચર્ચા અહીં આયોજિત નાના-મોટા સેમિનારોમાં થઈ. એજ અંદાજ મુજબ દર 10માંથી 1 દર્દી નાની- મોટી તબીબી ભૂલનો ભોગ બને છે અને તેનો વાર્ષિક અંદાજિત ખર્ચ 42 બિલિયન યુરો જેટલો છે. થોડી સાવચેતી સાથે આ ખર્ચ ઘટાડી માણસ કેમ તરોતાજા અને મસ્ત રહી શકે એવા આ ઉદ્દેશ ને સંદેશને અહીં વધાવી લેવામાં આવ્યો છે. ઉ