આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), રવિવાર, તા. ૧૮-૨-૨૦૨૪ શ્રી હરિજયંતી.
ભારતીય દિનાંક ૨૯, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ
સુદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૯
પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૭મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૯મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર રોહિણી સવારે ક. ૦૯-૨૨ સુધી, પછી મૃગશીર્ષ.
ચંદ્ર વૃષભમાં રાત્રે ક. ૨૧-૫૩ સુધી, પછી મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૭, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૦, સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : રાત્રે ક. ૨૦-૪૦, મધ્યરાત્રિ પછી ક. ૦૭-૦૩ (તા. ૧૯)
ઓટ: બપોરે ક. ૧૨-૪૮, મધ્યરાત્રે ક. ૦૨-૩૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, માઘ – શુક્લ નવમી. શ્રી હરિજયંતી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત, ઉપનયન, શ્રી હરી જયંતી ઉત્સવ, ચંદ્ર-સૂર્ય-અગ્નિ દેવતાનું પૂજન, ગાયત્રી માતાનું પૂજન, જાપ, હવન, સપ્તશતી પાઠ વાંચન, હવન, ધ્રુવદેવતાનું પૂજન, બ્રહ્માજીનું પૂજન, મંદિરોમાં ધજા-કળશ, પતાકા ચઢાવવી, પાટ અભિષેક પૂજા, દુકાન વેપાર, નોકરીનાં કામકાજ, બી વાવવું, વિનાયક પૂજા, બ્રહ્મા, પૂજન, મિત્રતા કરવી. લાંબા સમયનાં ઉપયોગી કાર્યો. જાંબુનું, ખેરનું ઝાડ વાવવું. શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસી પૂજા, શ્રી સુક્ત-પુરુષ સુક્ત-શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, શ્રીમંત સંસ્કાર, નૌકા બાંધવી, હજામત, નવા વાસણ, વાહન, વસ્ત્રો, આભૂષણ, માલ વેચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું.
આચમન: ચંદ્ર-બુધ ત્રિકોણ વિચારો ફર્યા કરે, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ અનીતિમાન.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ (તા. ૧૯), મંગળ શ્રવણ નક્ષત્ર પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત), રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.