આમચી મુંબઈ

થાણે હોમ ઉત્સવ: બીજો દિવસ ઘર ખરીદવા માટે ગ્રાહકોનો પ્રોપર્ટી પ્રદર્શનને ભવ્ય પ્રતિસાદ

જીતેન્દ્ર મહેતા


(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે : ક્રેડાઈ એમસીએચઆઈ, થાણે દ્વારા શુક્રવારથી શરૂ કરવામાં આવેલા હોમ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪ પ્રદર્શનમાં નાગરિકોની ભીડ જોવા મળી રહી છે. બીજા દિવસે પણ પ્રદર્શનને ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.

થાણે શહેરના મધ્યવર્તી ભાગથી પ્રાકૃતિક સૌંદર્ય પથરાયું છે આવા પરિસરમાં આવેલા ઘરનો આમાં સમાવેશ થાય છે. અહીં પરવડી શકે એવા ઘર ઉપરાંત ઉચ્ચ જીવનશૈલીના ઘર નાગરિકો જોઈ શકે છે. આ વખતના ૨૧માં પ્રોપર્ટી પ્રદર્શનમાં બે દિવસમાં જે લાજવાબ પ્રતિસાદ મળ્યો છે આ જોઈ ૨૦ હજારથી વધુ પરિવાર મુલાકાત લેશે એવી આશા ક્રેડાઈ એમએસએચઆઈ, થાણેના અધ્યક્ષ જીતેન્દ્ર મહેતાએ વ્યક્ત કરી છે.

આ વખતે પ્રોપર્ટી પ્રદર્શનમાં પહેલી જ વાર મનોરંજક અને જ્ઞાનવૃદ્ધિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રિયલ એસ્ટેટમાં મહત્વપૂર્ણ ગણાતા મહારેરા કાયદાની માહિતી માટે સીએ અશ્ર્વિન શાહનું વ્યાખ્યાન શુક્રવારે આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં મહારેરા કાયદાની સાથે ઘર ખરીદવા અંગે ઉપયોગી માહિતી મળી, એમ જીતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.

થાણે શહેરમાં ઘર ખરીદી કરવા પહેલા થાણા શહેરના પરિસરની માહિતી મળે એ માટે ગ્રાહકોને હેલિકોપ્ટરમાં આભાસી ઉડ્ડયન કરાવવામાં આવે છે જેના દ્વારા થાણેનું એરિયલ વ્યૂનો અનુભવ કરી શકાય છે. સપનાના થાણે શહેરની વિશિષ્ટ ઓળખાણ ગ્રાહકોને થશે, એમ પ્રોપર્ટી પ્રદર્શનના અધ્યક્ષ સંદીપ મહેશ્ર્વરીએ જણાવ્યું. ગયા બે દિવસ દરમિયાન આભાસી હેલીકોપટર ઉડ્ડયનને અસાધારણ આવકાર મળ્યો છે અને ગ્રાહકોની ભીડ વધી રહી છે, એમ તેમણે જણાવ્યું.

થાણે શહેરમાં પ્રોપર્ટીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. રોકાણકારોને અપેક્ષા કરતાં વધુ વળતર મળ્યું છે અને પ્રોપર્ટીના ભાવ વધારા સાથે વિક્રમી ઘરભાડા
પણ મળ્યા છે. એ જોતા થાણે પ્રોપર્ટીની ખરીદી માટે ઉત્તમ શહેર છે એ ગૃહ ઉત્સવ: પ્રોપર્ટી પ્રદર્શન ૨૦૨૪માં બે દિવસ દરમિયાન મળેલા પ્રતિસાદ પરથી સિદ્ધ થાય છે એમ અધ્યક્ષ જીતેન્દ્ર મહેતાએ જણાવ્યું.

છેલ્લા કેટલાક વર્ષથી ’ક્રેડાઈ એમસીએચઆઈ, થાણે દ્વારા અનેક હાઉસિંગ પ્રોજેક્ટ ઊભા કરવામાં આવ્યા. દેશના અનેક અગ્રણી બાંધકામ વ્યાવસાયિકોના પ્રોજેક્ટ થાણામાં ચાલી રહ્યા છે. ગૃહ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪ પ્રદર્શનના માધ્યમમાંથી અધિકૃત અને પરિપૂર્ણ સુવિધા ધરાવતા ઘર ગ્રાહકો નિહાળી શકે છે. આગામી ૨૦ વર્ષમાં ‘ક્રેડાઈ એમસીએચઆઈ’એ ઘર ખરીદી માટે વિશ્વાસાર્હ પ્લેટફોર્મ તરીકે નામના મેળવી છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button