હિન્દુ મરણ
સાવરકુંડલા નિવાસી હાલ સેલવાસ પુષ્પાબેન તથા સ્વ. અનંતરાય અમૃતલાલ દેસાઈનાં પુત્ર ભાવિન (ઉં.વ. ૫૬) તે આશાબેન નીતિનભાઈ દેસાઈનાં ભત્રીજા. અલ્પેશ તથા જિગ્નાબેન વિપુલકુમાર હિરાણીનાં મોટાભાઈ. તે હેમાબેનનાં પતિ તથા કરણ અને કિંજલ નમન ભરતભાઈ દોશીનાં પિતા તથા કિશોરભાઈ કુંવરજીભાઈ માટલીયા-સાવરકુંડલાનાં જમાઈ તા. ૧૩-૨-૨૪નાં અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગામ દોલતી તથા મહાલક્ષ્મીના નિવાસી સ્વ. ભીખાભાઈ દાના વાલસુર તથા ગં. સ્વ. જાનાબેન ભીખા વાલસુરના પુત્રી સ્વ. હંસાબેન વાળસુર (ઉં. વ. ૬૦) ૧૧-૨-૨૪ રવિવારના અવસાન પામ્યા છે. તે રામજીભાઈ તથા રતનબેન ચૌહાણના ભાણેજ. અતુબેન, પાલુબેન, મંગલાબેન, પુષ્પાબેન, રેખાબેન, ગીતાબેન પ્રવીણભાઈ, રવજીભાઈ, રાજેશભાઈના બહેન. કેસરબેન તથા ગીતાબાઈ વાલસુરના નણંદ. શોકસભા ૧૫-૨-૨૪ ગુરુવારના ૫ કલાકે. નિવાસસ્થાન: એ/૬, રૂમ નં. ૭૦૮, આઓ સાંઈ કોઓપ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, એસ. કે. રાઠોડ માર્ગ, વિરમેઘમાયા રોડ, મહાલક્ષ્મી રેસકોર્સની સામે, તુલસીવાડી, મુંબઈ-૪૦૦૦૩૪.
હાલાઈ ભાટિયા
ઠા. ભગવાનદાસ ઉદેશી (ઉં. વ. ૯૫) તે સ્વ. સૌ. અજવાળીબેન ગોરધનદાસ ઉદેશીના પુત્ર. સ્વ. સૌ. રાધાબેન તથા સ્વ. સૌ. દમયંતીબેનના પતિ. સ્વ. રામલાલ નેગાંધી તથા સ્વ. સુંદરદાસ કાળીદાસના જમાઈ. સ્વ. ગં. સ્વ. શાંતીબેન, સ્વ. નારાણદાસ તથા સ્વ. સૌ. પ્રમીલાબેનના મોટાભાઈ. સૌ. સંધ્યા નીતિન, સૌ. રૂપા અમીતના અદા. સૌ. અપૂર્વા દેવાંગના નાનાભા ૧૩-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૬-૨-૨૪ના જુની હાલાઈ ભાટિયા મહાજન વાડી, ૪-૩૦ થી ૬. લૌકિક પ્રથા બંધ છે.
ઈડર ઔદિચ્ય સત્તાવીસ જ્ઞાતિ
ગામ રૂદરડી તા. ઈડર, હાલ મલાડ નિવાસી લીલાબેન પન્નાલાલ ઉપાધ્યાય તે અબડાસણ નિવાસી સ્વ. મગનલાલ કામેશ્ર્વર પંડ્યાના દીકરી સોમવાર, ૧૨-૨-૨૪ના મલાડ મુકામે દેવલોક થયા છે. સાદડીની પ્રથા રાખવામાં આવી નથી.
હાલાઈ સારસ્વત બ્રાહ્મણ
મુંબઈ નિવાસી સ્વ. કૈલાશ રમેશચંદ્ર જોષી (ઉં. વ. ૭૨) ૧૧-૨-૨૪, રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે બકુલાના પતિ. ચિ. ગૌરવ, ચિ. ભાવિની, ચિ. શીતલના પિતા. સ્વ. ભરતભાઈ, સ્વ. પ્રફુલભાઈ, સ્વ. શરદભાઈ, સ્વ. માયાબેન, સ્વ. પ્રવિણાબેનના ભાઈ. ચિ. પરેશ, ચિ. બિમલના મામા. ચિ. મિતેશ, ચિ. રૂપાલી, ચિ. બીજલના કાકા. પ્રાર્થનાસભા ૧૫-૨-૨૪ના ૪ થી ૫. ઠે: હાલાઈ લોહાણા મહાજન વાડી હોલ, ૨જે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી (વે.).
કપોળ
લોઠપુર (રાજુલા)વાળા હાલ કાંદિવલી, સ્વ. શામળદાસ મોહનલાલ ગોરડિયાના પુત્ર ધરમદાસભાઈ (ઉં.વ.૭૯) તા. ૧૩-૨-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે દિવ્યાબેનના પતિ. હર્ષ અને ક્ધિનરી ધાનાણીના પિતા. હેતલ અને ધર્મેશ ધાનાણીના સસરા. પ્રવિણભાઈ, સ્વ. ક્રિષ્ણાબેન કનૈયાલાલ સંઘવી, દેવયાનીબેન મહેન્દ્રભાઈ મુની, ભારતીબેન નરેન્દ્રભાઈ પારેખના ભાઈ. સ્વ. વીણાબેનના દિયર. મહુવાવાળા સ્વ. મોહનલાલ ત્રિભોવનદાસ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૫-૨-૨૪, ગુરુવારે ૫થી ૭ લોટસ હોલ, રઘુલીલા મોલ, પોઈસર, કાંદિવલી (વેસ્ટ).
દશા સોરઠિયા વણિક
મહુવા નિવાસી હાલ વસઈ શ્રી સુરેશભાઈ ધીરજલાલ મહેતાના ધર્મપત્ની દિપીકાબેન (ઉં.વ. ૬૦) તા. ૧૨-૨-૨૪, સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે વૈભવ, જિગ્નેશના માતુશ્રી. તે નિકિતા, સ્નેહાના સાસુ. તે શરદભાઈના નાનાભાઈના ધર્મપત્ની. તે હરેશભાઈ, સ્વ. રાજેશભાઈ, પ્રેમભાઈ, નીતિનભાઈના ભાભી. તે સ્વ. મયૂરભાઈ, હેમલભાઈ, જ્યોતિબેન, બકુલાબેન, પ્રજ્ઞાબેનના બેન. પ્રાર્થનાસભા તા. ૧૫-૨-૨૪ને ગુરુવારના ૪.૦૦થી ૬.૦૦ સ્થળ: કે.ટી.વાડી, કે.ટી.વિલેજ, ૬૦ ફીટ રોડ, વસઈ (વેસ્ટ).
વિશા દિશાવાળ વણિક
કલોલ નિવાસી હાલ ગોરેગામ પિનેશભાઈ નવનીતલાલ મોદીના ધર્મપત્ની જસ્મીનાબેન (ઉં.વ. ૫૯) સોમવાર, તા. ૧૨-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે રોહિતભાઈ, વિલાસબેન, વર્ષાબેન, સ્વ. પલ્લવીબેનના ભાભી. ભાવિ તથા રાશિના માતુશ્રી. નીતિશકુમારના સાસુ. ધ્વનીના કાકી. ઈવાનના નાની. તેઓની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૫-૨-૨૪ના ૫થી ૭ ઠે: હાલાઈ લોહાણા મહાજનવાડી, ૧લા માળે, શંકર મંદિરની બાજુમાં, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
મેઘવાળ
ગામ-વેળાવદર (ગારીયાધાર), મહાલક્ષ્મી, હાલ વરલીના સ્વ. માલુબેન તથા સ્વ. માલજીભાઈ ભાયાભાઈ ખીમસુરીયાના પુત્રવધૂ. સ્વ. પુનમચંદ ખીમસુરીયાના પત્ની ગં.સ્વ. રતનબેન (ઉં.વ. ૬૯) તા. ૬-૨-૨૪ના રામચરણ પામ્યા છે. તે ભારતીબેન, રજનીબેન, લલિતભાઈ, સતીશભાઈ, જયંતીભાઈના માતા. સ્વ. નરેશભાઈ સોંદરવા, વિનોદભાઈ મકવાણા, ઉષા, સોનલ, જયાના સાસુ. સ્વ. વિરુબેન તથા સ્વ. માધાભાઈ પેથાભાઈ રાવદકાના દીકરી. ચેતના, અંકિતા, યશ, મયૂર, સ્નેહા, ભૂમિ, ટીશા, વિધિ, કિયાન ને ભાવિકા, જ્યોતિ, પંકજ, કુણાલ, મમતા, ચિરાગના દાદી-નાની. તેમના બારમાની વિધિ તા. ૧૫-૨-૨૪ના ગુરુવારે ૫.૦૦ કલાકે નિવાસસ્થાન: બી.નં. ૧૩, શ્રી ગણેશ નિવાસ, લેડી રતન કોમ્પ્લેક્સ, ભારત નગર, દૈનિક શિવનેરી માર્ગ, વરલી ખાતે રાખવામાં આવેલ છે.
છારિયા ઉનેવાળા બ્રાહ્મણ
ગં. સ્વ. ભાનુમતીબેન જાની (ઉં. વ. ૮૨) દેલવાડા હાલ મુંબઈ તે સ્વ. કીર્તિકુમાર મણિશંકર જાનીના ધર્મપત્ની તથા સ્વ. ધીરજબેન અને સ્વ. વાસુદેવ નાથુરામ પંડ્યાના પુત્રી. જયેશ, જયંતના માતુશ્રી તથા જ્યોતિ, કિરણના સાસુ. સાગર, ઝરણા, ખુશ્બુ અને ધવલના દાદી અને કોમલના દાદીજી સાસુનું ૧૧-૨-૨૪ના અવસાન થયું છે. તેમની સાદડી તા. ૧૫-૨-૨૪ના ગુરુવારે ૫ થી ૭. ઠઠ્ઠાઈ ભાટીયા વાડી, શંકર ગલી, એસ. વી. રોડ જંક્શન, કાંદિવલી પશ્ર્ચિમ.
સોરઠિયા પ્રજાપતિ કુંભાર
કોન ગામ હાલ કલ્યાણ ચંદ્રકાંતભાઈ રાયશીભાઈ શિંગડીયા (ઉં. વ. ૭૮) સોમવાર, તા. ૧૨-૨-૨૪ના રામશરણ પામ્યા છે. તે વંદનાબેનના પતિ. તે સ્વ. ગોમતીબેન તથા સ્વ. રાયશીભાઈ વેલજીભાઈ શિંગડીયાના દીકરા. તે શક્તિભાઈ, દિપીકાબેન ઉદયભાઈ, જાગૃતિબેન હેમંતભાઈ, જેતલબેન રાજેશભાઈ ધોકીયાના પિતા. તે તૃપ્તિબેનના સસરા. તે સ્વ. રમેશભાઈ, સ્વ. રમણભાઈ, જસુબેન, છાયા તથા જમનાબેનના ભાઈ. તેમની પ્રાર્થનાસભા (કસુંબો) શુક્રવાર, ૧૬-૨-૨૪ના ૩ થી ૫. ગીતા હોલ, શિવાજી ચોક, કલ્યાણ પશ્ર્ચિમ.
ઔદિચય સહસ્ત્ર સાઠા જ્ઞાતિ
રાયગઢ નિવાસી હાલ ઘાટકોપર શ્રી વિપિનભાઈ જમનાશંકર શુકલ (ઉં વ. ૮૮), તે સ્વ. રસીલાબેનના પતિ. તે દિપકભાઈ, પૂર્ણિમાબેન, ભાવનાબેન, બેલાબેન અને દીપાબેનના પિતા. તે ભાવનાબેન શુકલ, નરેશભાઈ શાહ, કેતનભાઈ રાવલ, સ્વ. હિતેશભાઈ ગાંધી, સંદીપભાઈ ઠાકરના સસરા. તે સ્વ. શકુંતલાબેન, સ્વ. સુમિત્રાબેન, સ્વ. વીણાબેન, સ્વ. મહેશભાઇ, દિલીપભાઈ, સતીષભાઇના ભાઈ. તે સ્વ. પ્રહલાદભાઈ, સ્વ. ભીખાભાઈ, સ્વ. વિમુબેનના બનેવી રવિવાર, તા. ૧૧-૨-૨૪ના ઘાટકોપર દેવલોક પામ્યા છે. બન્ને પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૧૫-૨-૨૪ના ૫ થી ૭. લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ). લૌકીક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
વઢવાણ નિવાસી હાલ બોરીવલી સ્વ. રમેશભાઈ પરમાર (ઉં.વ. ૭૮) તા. ૧૩-૨-૨૪ને મંગળવાર શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. રેવાબેન હરજીવનદાસ પરમારના સુપુત્ર. હર્ષદાબેનના પતિ. ભાવેશ અને વિરેન્દ્રના પિતાશ્રી. તેઓ ભાવનાબેન અને દિપેક્ષાબેનનાં સસરા તેમજ ધ્રુવી, હિતાંશી અને સ્યંમના દાદાજી. તેઓ સ્વ. લાલજીભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, જયોત્સનાબેન નાગરદાસ, સ્વ. ઈંદિરાબેન વિનોદચંદ્રના ભાઈ. સ્વ. દમયંતીબેન હરજીવનદાસ કપુરિયાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૫-૨-૨૪ના ગુરુવારે ૪ થી ૬. પાવનધામ, એમસીએ ગ્રાઉન્ડની બાજુમાં, સત્યનગર, કાંદિવલી (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે).
કચ્છી ભાટિયા
ગં.સ્વ. મૃદુલા મૂળરાજ જેસરાણી (ઉં.વ. ૭૪). તે સ્વ. કેશવજી પુરુષોત્તમ જેસરાણી (ઓમાન મસ્ક્ત)ના પુત્રવધૂ. સ્વ. ગોપાલદાસ માવજી પુરેચા કચ્છ માંડવી હાલ મુંબઈના પુત્રી. જે ચિ. પ્રિયંકાનાં માતુશ્રી તથા સ્વ. ઉપેન્દ્ર, નરેન્દ્ર, ડો. પ્રવીણ તથા ગં. સ્વ. રેખા અરુણકુમાર ડોસા, અ.સૌ. રંજન પ્રતાપસિંહ સંપટ, અ. સૌ. રમા જયસિંહ પાટીલના મોટાબહેન તા. ૧૧/૨/૨૪ના રવિવારે મસ્કત મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકીક વ્યવહાર પ્રથા બંધ છે.
લુહાર સુથાર
અમરેલી નિવાસી હાલ દહિસર બાબુભાઇ રૂડાભાઈ પરમારના સુપુત્ર ગિરધરભાઈ પરમાર (ઉં.વ. ૬૨) સોમવાર, તા. ૧૨-૨-૨૪ના રામચરણ પામેલ છે. જે વસંતબેનના ધર્મપતિ. જીતેન્દ્ર, ચંદા, પારુલ, હાર્દિકના પિતાશ્રી. દીપિકાબેનના સસરા. પ્રભાબેન, તલુબેન, અશોકભાઈ, ભાનુબેન, ઉષાબેન, મધુબેનના ભાઈ. પ્રાર્થના સભા ૧૫-૨-૨૪ ગુરુવારના ૫ થી ૭ લુહાર સુથારની વાડી, બોરીવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી દશા પોરવાડ
ચિંચણ તારાપુર નિવાસી હાલ મીરા રોડ ગં.સ્વ. હેમાંગીની પરીખ (ઉં.વ. ૬૪) તે સ્વ. નીતિનભાઈ નારણદાસ પરીખના ધર્મપત્ની. પ્રિતેશ તથા કૃપાલીના માતુશ્રી. કરિશ્મા તથા તુષાર સુખિયાના સાસુ. પિયરપક્ષે સ્વ. પ્રવિણાબેન રજનીકાંત શાહના દીકરી. ભાવના, હેતલ, રિટા, નીતિનભાઈના બહેન. તે તા. ૧૩/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૫/૨/૨૪ના ૫ થી ૭. વિનય ટાવર, વિનય નગર, મીરા ભાયંદર રોડ, મીરારોડ.
ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ
મૂળગામ ટીકર પરમાર હાલ મીરા રોડ અ.સૌ. દિપીકાબેન ચૌહાન (ઉં.વ. ૫૫) તે ૧૧/૨/૨૪ના અક્ષરધામ પામેલ છે. તે રાજેશભાઈ શિવલાલ ચૌહાણના ધર્મપત્ની. જેનીશા પ્રશાંત ચૌહાણ તથા કિન્નરીના માતુશ્રી. કોયડા નિવાસી સ્વ. મધુબેન સનતકુમાર ભગવાનદાસ પાટડીયાના દીકરી. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૧૫/૨/૨૪ના ૪ થી ૬. બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર, શાંતિનગર, સેક્ટર ૧૦, મીરારોડ ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હરસોલા વણિક સમાજ
હરસોલા નિવાસી હાલ બાંદ્રા, ગો.વા. કમળાબેન અંબાલાલ મણીલાલ શાહના સુપુત્ર હર્ષદભાઈ (ઉં.વ. ૭૭) તે પ્રવિણાબેનના પતિ. પરાગ તથા પૂર્વી નિલેશ ચૌહાણના પિતાશ્રી. રેણુના સસરા. ભુપેન્દ્રભાઈ તથા ગો.વા. દિનેશભાઈના મોટાભાઈ. જયશ્રીબેન તથા રેખાબેનના જેઠ. ગો.વા. શકરીબેન ચીમનલાલ મૂળચંદદાસ શાહના જમાઈ તા. ૧૩/૨/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. ૧૫/૨/૨૪ ગુરૂવારના ૫ થી ૭. શ્રી ખટવારી દરબાર ટ્રસ્ટ, લિકિંગ રોડ, ખાર (વેસ્ટ).
કપોળ
સ્વ. વદનબેન તથા સ્વ. વિનુભાઈ કાણકીયાના પૌત્ર. સ્વ. ચંદ્રિકાબેન તથા હર્ષદભાઇ વિનુભાઈ કાણકીયાના પુત્ર રવિ કાણકીયા (ઉં.વ. ૪૧) તે ૧૩/૨/૨૪ના મહુવા મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે રાધીકા જાસ્મીન વાધરના ભાઈ. તેમની લૌકિક પ્રથા તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
જનોડ એકડા વિશા ખડાયતા મુંબઈ
ટીમ્બા નિવાસી હાલ કાંદિવલી સ્વ. કનૈયાલાલ ઓચ્છવલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ સદગુણાબેન શાહ (ઉં.વ. ૮૬) તે ૪/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે મયુર, રાગીણી તથા નિમીષાના માતુશ્રી. પ્રિતી, જયંતકુમાર તથા રાજેશકુમાર શાહના સાસુ. સ્વ. ચંપાબેન તથા છગનલાલ છોટાલાલ શાહના પુત્રી. સ્વ. કીર્તનભાઈ તથા સ્વ. સુરેશભાઈના બહેન. અદિતિ ફાલ્ગુનકુમાર સોની તથા નિયતિના બા. તેમનું બેસણું ૧૬/૨/૨૪ ના ૯ થી ૧૦. ઠઠ્ઠાઈ ભાટિયા સેવા ફંડ, હોલ નં ૪, એસ. વી. રોડ, નમહ હોસ્પિટલની સામે, કાંદિવલી વેસ્ટ.