આમચી મુંબઈ

રસ્તે રઝળતાં બાળકોનાં શિક્ષણ માટે મુંબઈમાં ‘સિગ્નલ શાળા’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં રસ્તે રઝળતા તથા રસ્તા પરના સિગ્નલ પર કામ કરનારા અને ફ્લાયઓવરની નીચે રહેનારા બાળકોને પણ શિક્ષણની તક મળે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ અત્યંત મહત્ત્વનું પગલું લીધું છે, જે હેઠળ ૧૦૦ બાળકોના શૈક્ષણિક વ્યવસ્થા માટે ‘સિગ્નલ શાળા’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

મુંબઈ મહાનગરપાલિકાએ પૂર્વ ઉપનગરના સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ પરના ફ્લાયઓવર નીચે અમર મહેલ (ચેમ્બુર) પાસે આ ‘સિગ્નલ શાળા’ ચાલુ કરવાની છે. બેઘર બાળકોને પણ અન્ય વિદ્યાર્થીઓની માફક શિક્ષણની સુવિધા મળે તેમનો બૌદ્ધિક વિકાસ થાય અને તેમને પણ ઉજ્જવળ ભવિષ્યની સંધી મળે તે માટે ‘સિગ્નલ શાળા’ બનાવવાની પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે આદેશ આપ્યો હતો. જિલ્લા નિયોજન સમિતિ (મુંબઈ ઉપનગર)ના ભંડોળમાંથી આ પ્રોજેક્ટ માટે આર્થિક જોગવાઈ કરવામાં આવી છે. સ્કૂલ ઊભી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.
પૂર્વ ઉપનગરમાં બેઘર બાળકોના માટે થયેલા સર્વેક્ષણ મુજબ ચેમ્બુરમાં અમર મહેલ ખાતે પાલિકાના નિયોજન વિભાગે ‘સિગ્નલ શાળા’ માટે જગ્યા શોધી હતી. આ સ્કૂલ ઊભી કરવા સહિત વિવિધ સુવિધા ઉપલબ્ધ કરી આપવા માટે સલાહકારની નિમણૂક પણ કરવામાં આવી છે. સ્કૂલમાં અત્યાવાશ્યક સાધનસામગ્રી, વિજ્ઞાનપ્રયોગશાળાના સાધનો, કમ્પ્યુટર સહિત તમામ બાબતો ઉપલબ્ધ કરવામાં આવશે. અહીં ૫૦થી ૧૦૦ વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા હશે.

નોંધનીય છે કે સ્થળાંતરિત અને બેઘર પરિવારના અને નાના બાળકો જે સિગ્નલ, ફ્લાયઓવર તેમ જ રસ્તા પરના ચોક પર રહેતા હોય છે, તેમના માટે ભારત વ્યાસપીઠ સ્વયંસેવી સંસ્થાએ ૨૦૧૮માં થાણેમાં તીન હાથ નાકા પાસે સિગ્નલ સ્કૂલ ચાલુ કરી હતી. તેને ધ્યાનમાં રાખીને પૂર્વ ઉપનગરમાં એક ‘સિગ્નલ શાળા’ ઊભી કરવાની પાલિકાએ યોજના બનાવી હતી.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker