આપણું ગુજરાત

મહીસાગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 935 લાખનાં 1024 વિકાસકામો મંજૂર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહીસાગર જિલ્લામાં વર્ષ 2024-25 વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ જિલ્લાના છ તાલુકાઓ અને ત્રણ નગરપાલિકાઓ મળીને કુલ રૂ. 935.43 લાખના વિવિધ વિકાસકામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગર સરસ્વતી હોલ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા આયોજન મંડળની બેઠક કલેકટર કચેરી, લુણાવાડા ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસકામ સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. જે અનુસંધાને પદાધિકારી-અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું ખૂબ જ જરૂરી છે. વધુમાં સંસદસભ્યની ગ્રાન્ટ સંબંધિત કામો વહેલી તકે પૂર્ણ કરવાનું સૂચન કર્યું હતું. બેઠકમાં આદિજાતિ વિકાસ, પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ પ્રધાન, બાલાસિનોરના ધારાસભ્ય અને મહીસાગર જિલ્લા આયોજન અધિકારી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ, પંચમહાલ સાંસદ, લુણાવાડા ધારાસભ્ય, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી સહિત દરેક વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button