ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
વનસ્પતિ કે પ્રાણી એ સમજવામાં મુશ્કેલી અનુભવાય એવા આ પ્રાણીની ઓળખાણ પડી જે દેખાય છે ખીલેલા ફૂલ જેવું પણ છે પ્રાણી અને દરિયામાં જોવા મળે છે.
અ) HYDRA બ) SEA ANEMONE
ક) SEA MOSS ડ) LOBSTER
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ચક્રીફૂલ POPPY SEEDS
દિવેલ STAR ANISE
જાયફળ CASTOR OIL
સુવા દાણા NUTMEG
ખસખસ DILL WEED
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘રસોઈ રાંધે પીત્તળમાં, ને પાણી ઊકાળે તાંબું, ભોજન કરવું કાંસામાં, તો જીવન માણે લાંબું’ કહેવતમાં કાંસા શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) થાળી બ) કાચ ક) ખનીજ ડ) મિશ્ર ધાતુ
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દીને એનિમા આપવો પડશેજ એમ જો કોઈ ડોક્ટર દ્વારા કહેવામાં આવે તો એ દર્દીની તકલીફનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) મગજ બ) ઘૂંટણ ક) પેટ ડ) વાળ
માતૃભાષાની મહેક
ઋષિ એટલે મુનિ, તપસ્વી, સાધુ, પવિત્ર પુરુષ, સત્યવાદી, જ્ઞાનથી સંસાર પાર કરનાર યતિ. સાધારણ રીતે ઋષિના
દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને રાજર્ષિ એવા ત્રણ પ્રકાર છે. પણ કોઈ
વાર બીજા ચાર ઉમેરી સાત પ્રકાર ગણાય છે. પ્રલય વેળા
વેદોની રક્ષા કરવાને આવા સાત ઋષિનું મંડળ નિમાય છે
એવી માન્યતા છે. મન્વંતરે મન્વંતરે સપ્તર્ષિ મંડળના ઋષિ
બદલાય છે.
ઈર્શાદ
ચડી આવે ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે,
નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે.
— અમૃત ઘાયલ
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
૧૧, ૧૧૧, ૩૧૧, ૬૧૧ ——-
અ) ૮૧૧ બ) ૯૧૧
ક) ૯૯૯ ડ) ૧૦૧૧
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
ખંજવાળ ITCH
ઓરી MEASLES
ખીલ PIMPLE
વાઈ EPILEPSY
સ્થૂળતા OBESITY
માઈન્ડ ગેમ
૨૨૩
ઓળખાણ પડી?
Rosemary
ગુજરાત મોરી મોરી રે
આંખ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
મીઠાઈ