મરણ નોંધ

જૈન મરણ

જામનગર હાલાર વિશા શ્રીમાળી સ્થા જૈન
પડધરી નિવાસી હાલ કાંદિવલી કિશોરભાઈ જયંતીલાલ પોપટલાલ પટેલ (ઉં. વ. ૭૫) તે વર્ષાબેનના પતિ. આશિષ, અવની સચિન પુનાતર, શ્રદ્ધા નીરવ વસાના પિતા. દીપ્તિના સસરા. સ્વ. ચંદ્રકાંત, સ્વ. દિનેશભાઇ, હરેશભાઇ, મયુરભાઈ, જ્યોતિબેનના ભાઈ. મોરબી નિવાસી સ્વ. ધીરજલાલ પ્રભુદાસ દોશીના જમાઈ ૧૧/૨/૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના પ્રવિણ પ્રેમજી દેઢીયા (ઉં.વ. ૬૭) તા. ૯-૨-૨૪ના અવસાન પામેલ છે. મણીબાઇ પ્રેમજીના પુત્ર. નિર્મળાના પતિ. દિપેશ, નેહાના પિતા. જયંતીલાલ, મીનાના ભાઇ. ટૂંડાના ગંગાબેન મુરજી નાનજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ સ્થાન: દિપેશ દેઢીયા, રૂમ નં. ૪, હરીશ ચાલ, કુરાર વિલેજ, મલાડ (પૂર્વ).
તલવાણાના ધનજી નાનજી ફુરીયા (ઉં.વ. ૭૫) તા. ૧૦-૨-૨૪ના અવસાન પામેલ છે. તેજબાઇ (નઇમા) નાનજીના સુપુત્ર. હંસાના પતિ. દિપક, જતીન, રીનાના પિતા. ચુનીલાલ, હેમકુંવરબેનના ભાઇ. નાના ભાડીયાના મણીબેન પોપટલાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હંસા ફુરીયા, ડી-૫૦૨, સ્ટેનમોર, શિવસાઇ પેરેડાઇસ, માજીવાડા, થાણા (વે.).
કારાઘોઘાના તલકશી રતનશી વીરા (ઉં. વ. ૮૦) ૧૦-૨-૨૪ના કચ્છમાં અવસાન પામેલ છે. સ્વ. કસ્તુરબેન રતનશીના પુત્ર. સ્વ. ધનબાઈ કારુ કેશવજીના પૌત્ર. રૂક્ષ્મણી, ભદ્રા, ધીરજ, ભાનુ, નગીનના ભાઈ. બેરાજાના સ્વ. ખેતબાઈ આણંદજી લખમશીના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. દેહદાન કરેલ છે. નિવાસ : નગીન વીરા, ૨૦, બદ્રી સદન, તિલક રોડ, ડોંબીવલી (પૂ.).
ડેપાના શૈલેષ રતિલાલ રાંભિયા (ઉં. વ.૬૦) તા. ૧૦-૨-૨૪ ના (મ.પ્ર.) માં અવસાન પામેલ છે. અશ્ર્વિનીના પતિ. મણીબેન રતિલાલના સુપુત્ર. કોટડા રોહાના વેલબાઇ દામજી ચાંપશી વિકમાણીના જમાઈ. ઉમેશ, મીનાના ભાઈ. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.૨ થી ૩.૩૦. ચક્ષુદાન કરેલ છે.
વાગડ વિ.ઓ.જૈન
ગામ લાકડીયાના સ્વ. બાબુલાલ ભુરાભાઈ છાડવા (ઉં.વ. ૮૯) તા. ૧૨-૨-૨૪, સોમવારના મુંબઈ મધે અવસાન પામેલ છે. સંતોકબેન ભુરાભાઈના સુપુત્ર. હીમાબેનના પતિ. ધીરજ, નિર્મળા, જયાના પિતાશ્રી. વિમળા, શાંતીલાલ ગડા, જયંતિલાલ ગાલાના સસરા. સ્વ. વીરાબેન જીવરાજ મેપશી સાવલાના જમાઈ. પ્રાર્થના બુધવાર, તા. ૧૪-૨-૨૪ના ૧૦.૩૦ થી ૧૨.૦૦. સ્થળ: યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઈ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
જેતપુર નિવાસી હાલ ઘાટકોપર (મુંબઈ) સ્વ. શાંતીલાલ રાયચંદ શેઠના ધર્મપત્ની વિમળાબેન શાન્તીલાલ શેઠ, તે (ઉ.વ. ૯૫), તા. ૧૦-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સવિતાબેન નાથાલાલ રાયચંદ શેઠ, લલિતાબેન ગુલાબચંદ શેઠના ભાભી, તે ગં.સ્વ. સુરજબેન રતીલાલ શેઠ, ચણાકા નિવાસી સ્વ. વસંતભાઈ મણીલાલ રૂપાણીના બહેન, પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
શ્રીમતી સુશીલાબેન (ઉં. વ. ૯૨) તે સ્વ. લલિતભાઇ ગાંધીના પત્ની, સ્વ. તુષાર તથા મીનળની માતા, ઉષાબેન તથા રોહિતભાઈના સાસુ, કુશળના દાદી, કબીરના પરદાદી, તથા સ્વ. જસવંતભાઈ, નીતાબેન, હર્ષાબેન, અતુલભાઈ, કમલેશભાઈ, છાયાબેનના ભાભી, મધુબેનના દેરાણી તથા સ્વ. સી. યુ. શાહસાહેબ, સ્વ.મધુબેન ભોગીભાઈ જોબાલિયા અને કોકિલાબેન મહેન્દ્રભાઈ કામદારના બેન તા. ૧૧/૨/૨૪એ ઉર્ધ્વગમન કરેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ જૈન
પાટણ નિવાસી દશા શ્રીમાળી ખેતરવસીના પાડાના સ્વ. મહસુખલાલ કાંતિલાલના પત્ની. સ્વ.મંગુબેન શિવલાલ પરીખના સુપુત્રી. દિવ્યબાળાબેન (ઉં.વ. ૯૨) તે યોગેશભાઈ, સ્વ.દેવેન્દ્રભાઈ ,નિતા ભરતભાઈ, નિમિષા નીતિન શાહના માતુશ્રી. સ્વ.મનહરભાઈ, સ્વ. નવીનભાઈના બેન. સ્વ.કલ્પનાબેન તથા ગ્રીષ્માબેનના સાસુ. હર્ષિત, કૃતેશ, શ્રુતિ, કૃપા, રૂચીના દાદી ૧૦-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે . લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી, હાલ અંધેરી મુંબઈ બિપીનભાઈ વ્રજલાલ શેઠ (ઉં. વ. ૭૯) રવિવાર, તા. ૧૧-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નોલી નિવાસી ચીમનભાઈ છોટાલાલ ખંધારના જમાઈ. નલીનીબેનના પતિ. સમીર જુલીના પિતા. નિયતિ ડૉ. સમીરભાઈ બોરડીયાના સસરા. ડૉ. વિનોદભાઈ કિરીટભાઈ અનિલભાઈ મૃદુલાબેન ચંપકલાલ અજમેરા, સ્વ. ઈલાબેન બાબુભાઈ શેઠ, પ્રફુલ્લાબેન દિનેશચંદ્ર દોશીના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૧૩-૨-૨૪ મંગળવાર ૪.૩૦થી ૬.૩૦. જલારામ હોલ, જોગર્સ પાર્કની સામે, એન.એસ. રોડ નં.૬, જુહુ સ્કિમ, મુંબઈ-૪૦૦૦૫૬. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button