હર Heart કુછ કહેતા હૈ… WhatsApp પર રહેલાં Colourfull Heart Emoji’sનો અર્થ જાણો…
ઈન્ટરનેટની દુનિયામાં વોટ્સએપએ આપણા બધાના રોજિંદા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. વોટ્સએપ પર વાત કરતી વખતે આપણે ટેક્સ્ટની સાથે સાથે ઈમોજીનો પણ ઉપયોગ કરીએ છીએ.
વોટ્સએપ પર ઢગલો ઈમોજી છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા મનની વાત સામેની વ્યક્તિ સુધી પહોંચાડો છે. પરંતુ અત્યારે વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે વોટ્સએપ પર રહેલાં જાત-જાતના કલરફૂલ હાર્ટ્સના ઈમોજી વિશે વાત ના થાય તો કેમ ચાલે?
આજે અમે અહીં તમારા માટે અલગ અલગ કલરના હાર્ટનો શું અર્થ થાય છે એની માહિતી લઈને આવ્યા છીએ. આ સિવાય કયા કલરના હાર્ટ ઈમોજીનો ઉપયોગ ક્યારે કરાય છે એ પણ આપણે અહીં જાણીશું…
White Heart
વોટ્સએપ પર જોવા મળતા આ સફેદ રંગના હાર્ટવાળા ઈમોજીનો અર્થ થાય છે એવો પ્રેમ કે જે શાશ્વત છે અને એનો ક્યારેય અંત લાવી શકાય એમ નથી અને આનો ઉપયોગ સંતાનો પોતાના માતા-પિતા માટે કરી શકાય એમ છે.
Red Heart
લાલ રંગના હાર્ટને હંમેશાથી જ પ્રેમ સાથે દોડીને જોવામાં આવે છે. આ રેડ હાર્ટવાળી ઈમોજીને રોમાન્સ વગેરે માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તમે તમારા પાર્ટનરને આ રેડ હાર્ટનું ઈમોજી મોકલાવી શકો છો.
Black Heart
આ કાળા રંગના હાર્ટને જોઈને એકાદ વખત તમારા મનમાં નકારાત્મકતાની લાગણી આવી શકે છે અને જો તમે વિચારી રહ્યા હોવ કે કાળા રંગનું હાર્ટ કાળા દિલવાળા લોકો માટે કરવામાં આવતો હશે તો એવું નથી. આ બ્લેક હાર્ટવાળા ઈમોજીનો ઉપયોગ દુઃખ પ્રગટ કરવા માટે કરવામાં આવે છે. શોક વ્યક્ત કરવા માટે પણ આ ઈમોજીનો ઉપયોગ કરી શકાય છે.
Yellow Heart
યેલો હાર્ટને આપણે લોકો મિત્રતા સાથે જોડીને જોઈએ છે અને એ સાચું પણ છે. યેલો હાર્ટને ફ્રેન્ડશિપ અને હેપ્પીનેસ માટે કરવામાં આવે છે. તમે તમારા કોઈ મિત્રને સ્પેશિયલ ફિલ કરાવવા કે તમે ખુશ છો એ દર્શાવવા માટે પણ આ યેલો હાર્ટવાળા ઈમોજીનો ઉપયોગ કરી શકો છો.
Green Heart
વોટ્સએપ પર જોવા મળતાં આ ગ્રીન હાર્ટને જેલસ હાર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે, કેટલાય લોકો આનો ઉપયોગ હેલ્ધી લિવિંગને લઈને પણ કરે છે.
Purple Heart
સાંભળવામાં અને જોવામાં ભલે થોડું અળવિતરું લાગે પણ આ કલરનું હાર્ટ પણ વોટ્સએપ પર છે. આ હાર્ટનો ઉપયોગ સેન્સેટિવ લવ અને વેલ્થને દર્શાવવા માટે કરી શકાય છે. જો તમે પણ તો કોઈ પ્રત્યે પોતાનું સેન્સેશન, પ્રેમ કે વેલ્થની ફિલિંગ શો કરવા માંગતા હોવ તો આ હાર્ટ મોકલી શકો છો.
Blue Heart
બ્લ્યુ હાર્ટનો ઉપયોગ ટ્રસ્ટ અને શાંતિની લાગણી વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે અને સ્પેશિયલ ઓકેઝન પર લોકો આ હાર્ટ મોકલાવે છે.
Sparkle heart
વોટ્સએપ પર સ્પાર્કલ હાર્ટનું પણ ઈમોજી આપવામાં આવ્યું છે અને એનો ઉપયોગ તમે પ્લેફૂલ અને સ્વીટ લવ માટે કરવામાં આવે છે. અહીંયા તમારી જાણ માટે કે જે હાર્ટમાં બે તારા જોવા મળે છે એનવા ઈમોજીને સ્પાર્કલ હાર્ટ કહેવામાં આવે છે.
Broken heart
આ ઈમોજીનો ઉપયોગ જ્યારે વિશ્વાસ ભંગ થાય છે ત્યારે કરવામાં આવે છે. પણ મોટાભાગના લોકો આ ઈમોજીનો ઉપયોગ વિશ્વાસ તૂટવા પર કે કામ પૂરું નહીં થતા કરે છે.
Orange heart
આ રંગના હાર્ટનો ઉપયોગ ફ્રેન્ડશિપ, કેર અને સપોર્ટ દર્શાવવા માટે કરવામાં આવે છે, એટલે જો તમે પણ કોઈને પોતાનો સપોર્ટ, કાળજી અને મિત્રતા દર્શાવવા માંગો છો ત્યારે કરી શકો છો.
Two hearts
વોટ્સએપ પર એક ઈમોજી એવું પણ છે જેમાં એક નાનું અને મોટું હાર્ટ જોવા મળે છે. આ પ્રકારના ઈમોજીનો અર્થ એવો થાય છે કે લવ ઈઝ ઈન ધ એર થાય છે.
Heart with arrow
આ પ્રકારની હાર્ટ ઈમોજીનો અર્થ પણ પ્રેમ સંબંધિત જ છે. સ્ટ્રોન્ગ લવ માટે આ ઈમોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તમને કોઈ માટે એકદમ સ્ટ્રોન્ગ ફિલિંગ છે તો તમે આ ઈમોજી તેને મોકલાવી શકો છો.