મનોરંજન

‘આશ્રમ ચાર’ વેબ સિરીઝમાં બૉબી દેઓલ હવે નવા અવતારમાં જોવા મળશે…

મુંબઈઃ બૉલીવૂડના અભિનેતા બૉબી દેઓલ તેમની છેલ્લી ફિલ્મ ‘એનિમલ’ને લઈને ચર્ચામાં છે. એનિમલમાં પોતાના અભિનયથી ચર્ચામાં આવેલા બૉબી દેઓલ હવે તેમની પોપ્યુલર વેબ સિરીઝ ‘આશ્રમ’માં બાબા નિરાલાના પાત્રમાં લોકોને અલગ થ્રિલનો અનુભવ કરાવશે.

આ સીરિઝની પહેલા ત્રણ સિઝન આવી ચૂકી છે જેમાં લોકોએ બૉબીના બાબા નિરાલાના અભિનયને ખૂબ જ પસંદ કર્યો હતો. જોકે હવે આશ્રમની સિઝન ચારમાં બૉબી દેઓલને જોવા મળે ફેન્સ આતુર છે. હવે આ સીરિઝની ચોથી સિઝનને લઈને નવી અપડેટ આવી છે.

આશ્રમ ફોરને 2024ના ડિસેમ્બરના અંત સુધી રિલીઝ થશે એવી માહિતી એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. જોકે તેની ચોક્કસ રીલીઝ ડેટની સત્તાવાર જાહેરાત ન થતાં આ સીરિઝને જોવા માટે દર્શકોને વધુ રાહ જોવી પડશે
જૂન 2022માં બૉબીએ આશ્રમ ફોરની જાહેરાત કરતાં એક ટીઝર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. તેમ જ બોબીએ લખ્યું હતું કે બાબા અંતર્યામી છે, તેઓ તમારા મનની વાત જાણે છે. એટ્લે આશ્રમ થ્રીની સાથે આશ્રમ ચારની પણ એક ઝલખ જોઈ લો, ફક્ત એમએક્સ પ્લેયર પર.

બોબીએ શેર કરેલા આ ટીઝરમાં ભગવાન હું મે તુમ્હારા કામોસે ઉપર સ્વર્ગ બનાયા હૈ મેને. ભગવાનકો અરેસ્ટ કેસે કાર સકતે હો, એવું તેના પાત્ર બાબા નિરાલા કહેતા સંભળાઇ રહ્યા છે. આશ્રમની પહલી સિઝનને 2020માં ઓટીટી પ્લેટફોર્મ એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ કરવામાં આવી હતી.

આ સિરીઝને દર્શકોની પસંદગી મળતા થોડા મહિના પછી બીજા સિઝનને પણ રીલીઝ કરવામાં આવી હતી. આ બંને સિઝનને દર્શકોને પ્રેમ મળતા બે વર્ષ બાદ 2022માં સિઝન થ્રી રિલીઝ થઈ હતી, પણ હવે આશ્રમની ચોથી સિઝનને ડિસેમ્બર 2024માં રીલીઝ કરવામાં આવતા દર્શકોનો ઇન્તઝાર સમાપ્ત થવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button