નેશનલ

કેજરીવાલ હાજિર હો! 17 ફેબ્રુઆરીએ ED સમક્ષ હજાર થવાનો CM અરવિંદ કેજરીવાલને કોર્ટનો આદેશ

નવી દિલ્હી: દિલ્હી લીકર પોલિસી કૌભાંડને લઈને ED દ્વારા AAPના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને (Delhi CM Arvind Kejariwal) EDએ વારંવાર સમન્સ પાઠવ્યું છે. તેમ છતાં દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ કોઈ પણ પ્રકારે પ્રતિક્રિયા આપી રહ્યા ના હતા. જેને લઈને ED એ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર આજે બુધવારે ચુકાદા આપતા કોર્ટે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલને ED સમક્ષ હજાર થવું જોઈશે.

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDના 5 સમન્સ છતાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ હાજર ન થવા સામે ED દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીની સુનાવણી કરતા રાઉઝ એવન્યુ કોર્ટે (Rouse Avenue Court) બુધવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો અને કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું. આ આદેશ ACMM દિવ્યા મલ્હોત્રાએ આપ્યો છે.

આપને જણાવી દઈએ કે EDનું સ્પષ્ટપણે માનવુ છે કે શરાબ નીતિ કૌભાંડ મામલે CM અરવિંદ કેજરીવાલનું નિવેદન લેવું જરૂરી છે. જેને લઈને ED કેજરીવાલની પૂછપરછ કરવા છે. જો કે કેજરીવાલ સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત કહીને ખરીજ કરી દેતા હતા અને ED સમક્ષ હાજર થતાં ન હતા. 5 વાર સમન્સ પાઠવવા છતાં પણ કેજરીવાલ હાજાર ન થતાં ED એ કોર્ટના દરવાજા ખટખાટાવ્યા હતા.

જ્યારે કેજરીવાલે કહ્યું હતું કે ‘આમ કરીને તેઓ મારી ધરપકડ કરવા માંગે છે. લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ તેઓ શું કામ સમન્સ મોકલી રહ્યા છે. જેથી કરીને મારી ધરપકડ થાય અને હું ચૂંટણી પ્રચાર ન કરી શકું. નેતાઓને પોતાનીમાં ભરવા માટે આજે ભાજપ ઇડી અને સીબીઆઇનો સહારો લઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button