Kevin Pietersenને Ashwinની બોલિંગ અને 500 વિકેટના રેકોર્ડને લઈને કહી એવી વાત કે…
ભારતના દિગ્ગજ સ્પિનર અશ્વિન પોતાની 500 વિકેટતી માત્ર એક જ વિકેટ દૂર છે, પણ ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ પણ જાણે અશ્વિનના અને આ રેકોર્ડની વચ્ચે એક દિવાલ બનીને ઊભા રહી ગયા હતા કે નહીં પૂછો વાત. આ દરમિયાન ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને અશ્વિનને લઈને એવી વાત કહી દીધી છે કે ઈન્ડિયન ક્રિકેટ ફેન્સ ચોંકી ઉઠ્યા છે.
વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં એક વિકેટ માટે ઈંગ્લિશ બેટ્સમેનોએ તેને તરસાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ અશ્વિન પાસે સારા એવા પ્રમાણમાં બોલિંગ કરાવી પણ તેમ છતાં તેને એ એક વિકેટ મળી શકી નહોતી. આશા રાખીએ કે ત્રીજી ટેસ્ટમાં અશ્વિન પોતાનો આ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક કરે અને પોતાના નામે વધુ એક સિદ્ધિ નોંધાવે.
જોકે, અશ્વિનની આ 500 વિકેટ પૂરી ના થવા પર ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી કેવિન પીટરસને કંઈક એવું કહી દીધું હતું કે જેને કારણે ઈન્ડિયન ક્રિકેટના ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે. કેવિન પીટરસને જણાવ્યું હતું કે અશ્વિનની બોલિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે તે જાણે કોઈ પણ ભોગે 500 વિકેટ પૂરી કરવા માંગતો હતો અને તેની ઉતાવળ અને હતાશા તેની બોડી લેન્ગવેજ અને બોલિંગમાં સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.
કેવિને આગળ એવું પણ કહ્યું હતું કે અશ્વિનની બોલિંગને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે બસ પોતાના રેકોર્ડની પાછળ દોડી રહ્યો હતો. એ સમયે તેનાથી એવી બોલિંગ નહોતી થઈ રહી જેના માટે તે પ્રખ્યાત છે. મને એવું લાગ્યું હતું કે તે વિકેટની બહાર ઓફ સ્ટમ્પપની બહાર ઘાતક બોલિંગ કરી રહ્યો હતો.
અહીંયા તમારી જાણ માટે કે બીજી ઈનિંગમાં અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી અને હવે રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં એક વિકેટ લઈને અશ્વિન ટેસ્ટમાં સૌથી વધુ ઝડપથી 500 વિકેટ લેનારો બીજો બોલર તો ભારતનો સૌથી ઝડપી 500 વિકેટ લેનારો પહેલાં પહેલો બોલર બની જશે. આ ત્રીજી ટેસ્ટમાં જો અશ્વિન રમશે તો આ તેની કરિયરમાં 98મી ટેસ્ટ મેચ હશે. જ્યારે મુરલીધરને 87 ટેસ્ટ મેચમાં જ 500 વિકેટ લઈને પોતાના નામે એક મહાન સિદ્ધિ નોંધાવી દીધી છે.
ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની સિરીઝ 1-1ની બરાબરી પર છે. પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને જીત મળી હતી તો બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું.