Valentine’s Week Special: વેલેન્ટાઇન-ડેની ઉજવણી પાછળ છે આ ખાસ કારણો
મુંબઈ: ફેબ્રુઆરીનો મહિનો શરૂ થયાના પહેલા અઠવાડિયામાં વેલેન્ટાઇન-વીક (Valentine’s Week Special) સેલિબ્રેટ કરવા માટે લવ બર્ડ્સ એક બીજાને ગિફ્ટ્સ આપી અને ડેટ પર જઈ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. પ્રેમ અને રોમેન્સના દિવસ તરીકે ઓળખાતા વેલેન્ટાઇન-ડે પર યુગલ એકબીજાને અનેક પ્રેમ વચનો પણ આપે છે.
14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે પહેલા વેલેન્ટાઇન-વીક (અઠવાડિયું) કપલ્સ માટે એકદમ જ ખાસ હોય છે. વેલેન્ટાઇન વીક પહેલા દિવસે રોઝ-ડેથી શરૂ થઈને વેલેન્ટાઇન-ડેએ પૂર્ણ થાય છે. સાતમી ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરીએ સુધી ઉજવવામાં આવતા વેલેન્ટાઇન વીકના જુદા-જુદા ડેઝમાં સાત ફેબ્રુઆરીએ રોઝ ડે, આઠ ફેબ્રુઆરીએ પ્રોપોઝ ડે, નવ ફેબ્રુઆરીએ ચોકલેટ ડે, 10 ફેબ્રુઆરીએ ટેડી ડે, 11 ફેબ્રુઆરીએ પ્રોમિસ-ડે, 12 ફેબ્રુઆરીએ હગ-ડે, 13 ફેબ્રુઆરીએ કિસ ડે અને છેલ્લે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન-ડે આમ આખા અઠવાડિયામાં કપલ્સ એક બીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીને પ્રેમની ઉજવણી કરે છે.
હવે, તમારા મનમાં વિચાર આવતો હશે કે પ્રેમની ઉજવણી કરવા માટે શા માટે એક જ દિવસ અને તે પણ 14 ફેબ્રુઆરી કેમ? જોકે વેલેન્ટાઇન-ડેની પાછળ પણ એક ઐતિહાસિક સ્ટોરી છે. ઇટલીના રોમમાં વેલેન્ટાઇન નામના એક સંતના નામ પરથી વેલેન્ટાઇન ડેનું નામ પડ્યું હતું.
આ સ્ટોરી મુજબ એ જમાનામાં સૈનિકોને લગ્ન કરવાની પરવાનગી નહોતી પણ એક સૈનિક તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માગતો હતો, ત્યારે સેંટ વેલેન્ટાઇને તે સૈનિક અને તેની ગર્લફ્રેન્ડને પોતાના ઉદ્યાનમાંથી એક ફૂલ આપ્યું અને ત્યારથી વેલેન્ટાઇ-ડેના દિવસે કોઈને ફૂલ દેવું એક પ્રથા બની ગઈ. આ વાતની ખબર રોમની સેનાને મળતા સૈનિકના લગ્ન કરાવવા બદલ સેંટ વેલેન્ટાઇનને કેદ કરવામાં આવ્યા હતા અને તેમને મૃત્યુની સજા પણ થઈ હતી.
સેંટ વેલેન્ટાઇનના મૃત્યુ દિવસને દુનિયાભરમાં વેલેન્ટાઇન-ડે તરીકે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન-ડેની પાછળ પ્રેમનો ઉદ્દેશ્ય હતો. આ પ્રેમના દિવસને માત્ર કપલ્સ જ નહીં તમે તમારા મિત્રો, પરિવાર સાથે પણ ઉજવણી કરી શકો છે. આ પ્રકારની ઉજવણીને પ્લેટોનિક લવ કહેવામાં આવે છે.