આમચી મુંબઈ
મુફ્તી સલમાન અઝહરીની ધરપકડના વિરોધમાં પોલીસ પર પથ્થરમારો
મુંબઈ: વિવાદાસ્પદ નિવેદનના મામલામાં ઈસ્લામિક ધર્મગુરુ મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવ્યા બાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં જે લોકો ધરપકડના વિરોધમાં એકઠા થયા હતા તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજની મદદથી ,16 લોકો સામે પથ્થરમારો, સરકારી કામમાં અવરોધ અને ગેરકાયદે ભીડ એકઠી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. અઝહરીની ધરપકડની જાણ થતાં જ તેમના સમર્થકો ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પોલીસ સ્ટેશનની બહાર બાર કલાકથી વધુ સમયથી સમર્થકો એકઠા થયા છે. અઝહરીએ 31 જાન્યુઆરીએ જૂનાગઢ કોર્ટ પાસેના નારાયણ વિદ્યા મંદિરના મેદાનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોની હાજરીમાં એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર ફરતાની સાથે જ કાર્યવાહીની માગ વધી છે. ઉ