નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચોમાં વિરાટ કોહલીની ગેરહાજરી પાછળના “વ્યક્તિગત કારણ” અંગેની અટકળોનો શનિવારે અંત આવ્યો હતો. વિરાટના મિત્ર અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે ખુલાસો કર્યો કે વિરાટ અને અનુષ્કા શર્મા તેમના બીજા બાળકના વધામણાની તૈયારીઓ કરી રહ્યા છે.
આ સાથે બાકીની ત્રણ ટેસ્ટ મેચો માટે કોહલી ટીમના પરત ફરશે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થયા છે. ગઈ કાલે સાંજે મળેલા અહેવાલ મુજબ પસંદગી સમિતિના ધ્યક્ષ અજીત અગરકરન વિરાટ સાથે ચર્ચા કરશે. એક અહેવાલ મુજબ, વિરાટ હાલમાં દેશની બહાર છે.
22 જાન્યુઆરીના રોજ, ઈંગ્લેન્ડ સામેની શરૂઆતની ટેસ્ટ મેચની શરૂઆતના ત્રણ દિવસ પહેલા વિરાટે હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમની મેચોમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. BCCIએ બાદમાં એક નિવેદન બહાર પાડ્યું હતું કે વિરાટે ભારતના કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરી હતી, તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશનું પ્રતિનિધિત્વ કરવું હંમેશા તેની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે, કેટલીક વ્યક્તિગત પરિસ્થિતિઓમાં તેની હાજરી અને સતત ધ્યાનની માંગ છે.
વિશાખાપટ્ટનમમાં ઇંગ્લેન્ડ સામેની ભારતની બીજી ટેસ્ટ દરમિયાન તેની યુટ્યુબ ચેનલ પર એક પ્રશ્ન અને જવાબમાં ડી વિલિયર્સે કહ્યું કે પરિવાર સાથેનો સમય તેના માટે મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે મોટાભાગના લોકોની પ્રાથમિકતા પરિવાર જ હોય છે. તમે તેના માટે વિરાટને જજ ન કરી શકો. હા, અમે તેને યાદ કરીએ છીએ. પરંતુ તેણે એકદમ સાચો નિર્ણય લીધો છે. ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં શરૂ થશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને