ઉત્સવ

દુર્ગાદાસ હંફાવતા રહ્યા ને ઔરંગઝેબ ઘાંઘો થતો ગયો

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૩૦)
એક તરફ બાડમેરમાં કુટુંબીજનોની સલામતીના પૂરેપૂરા વિશ્ર્વાસ થયાના સંતોષ સાથે
શાહજાદો મિર્ઝા મોહમ્મદ અકબર રાઠોડો સાથે અરવલ્લીના ઘાટમાં થઇને મેવાડના પર્વતો પર ચડી ગયો અને જીલવાડા સુધી પહોંચી ગયો. અલબત્ત, આ પ્રવાસમાં સતત જોખમ માથે ઝળુંબતું હતું.
શાહજાદા મુઅજજમ સૈનિકોના ઝુંડ સાથે સતત પગેરું દબાવતો પહોંચી જ જાય. ક્યાંક રાઠોડોની પીછેહઠ થાય, તો ક્યાંક શાહી સેના ધૂળ ચાટતી થાય. આ બધુ લાંબું ચાલ્યું એટલે કંટાળીને મુઅજજમ અબ્બાજાન ઔરંગઝેબ પાસે અજમેર પાછો જતો રહ્યો.

શું યુદ્ધનો અંત આવી ગયો? કાયમ માટે શાંતિની સ્થાપના? ઔરંગઝેબ પાસે હારને પચાવવાનો કોઠો જ નહોતો. ક્રોધે ભરાયેલા બાદશાહે જોધપુરથી ઇન્દ્રસિંહ નાગૌરને હટાવીને રસોઇયામાંથી મનસબદાર બનેલા ઇનાયત ખાને જવાબદારી સોંપી દીધી. કેવી ભયંકર ક્ધિનાખોરી? લડે બે દીકરા, હારે બાપો અને સજા મળી ચોથાને. આને કહેવાય રાજા, વાજા ને વાંદરા.

જીલવાડામાં કંઇક નવું બનવાનું હતું. મહારાણા જયસિંહ શાહજાદાનું સ્વાગત કર્યું તો ખરું પણ તેઓ નાહક ઝંઝટ વહોરી લેવા માગતા નહોતા. આથી બાદશાહ ઔરંગઝેબ સાથે સમાધાનની ચર્ચા શરૂ કરી દીધી. દુર્ગાદાસ રાઠોડ અને શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબરને જીલવાડામાં વધુ સમય રહેવાનું સલામત ન લાગ્યું. પણ અહીંથી જવું કયાં?

દુર્ગાદાસ રાઠોડને એક નામ સાંભર્યું. ઔરંગઝેબની પ્રચંડ તાકાત સામે શાહજાદાને આશ્રય માત્ર છત્રપતિ શંભાજી જ આપી
શકે. આ સાથે જ દુર્ગાદાસ પોતાના મહેમાન શાહજાદા અને ૫૦૦ અશ્ર્વ-સવાર સાથે નીકળી પડયા.

ડુંગરપુર અને બાંસવાડા થઇને કાફલો ઝાબુઆ અને અમઝેરાનાં ગાઢ જંગલોમાંથી થઇને ઇ. સ. ૧૬૮૧ની નવમી મેએ નર્મદા કિનારે પહોંચ્યા અહીં એક-એક ઘાટ, નાકા તથા મહત્ત્વના
સ્થળે મોગલ સેના શાહજાદા અને દુર્ગાદાસ
રાઠોડ માટે ઉજાગરા કરતી બેઠી હતી પણ
એમની આંખમાં ધૂળ નાખીને બધા છટકી જતા રહ્યા.

બજરંગ ગઢનાં ગાઢ જંગલો વટાવીને સતપુડાથી બુરહાનપુર પાસે ફરી મોગલ સેના દેખાઇ તો બધા પાછા ફરી ગયા. શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબરે છત્રપતિ સંભાજી મહારાજને બીજો પત્ર મોકલીને એમને ત્યાં આશ્રય મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી.

છત્રપતિનો પ્રત્યુત્તર આવે એ પહેલાં બગલાનામાં ફરી મુસીબત દેખાઇ. ઔરંગઝેબના આશ્રિત રાજા દેવીસિંહને શાહજાદો આસપાસ હોવાની જાણકારી મળી તો તેને પકડવા માટે પોતાના સૈનિકોને દોડાવ્યા. આ લોકોથી બચવા માટે દુર્ગાદાસ નવી ચાલ રમ્યા. તેમણે પોતાના થોડા જવાનોને બગલાનામાં જ રાખ્યા અને આમાંથી એકને શાહજાદાના વાઘા પહેરાવી દીધા, જેના પર લોહીના ડાઘાય દેખાતા હતા. પછી દુર્ગાદાસ તરત શાહજાદાને લઇને તે જ ગતિએ નીકળી પડયા.

આ તરફ દેવીસિંહ બુંદેલાના સૈનિકોએ નકલી શાહજાદાને પકડીને રાજા સામે હાજર કર્યો, ત્યારે સાચો શાહજાદો બગલાનાના પર્વતોમાં સલામત પહોંચી ગયો હતો.
અહીંના ભીલનો મદદથી દુર્ગાદાસ રાઠોડ
અને શાહજાદો સંભાજી મહારાજના મરાઠા રાજ્યમાં પહોંચી ગયા. હવે શાહજાદાએ દાઢી કપાવી નાખી, રાજપૂતો જેવા દાઢી-મૂછ
રાખી લીધા અને કાનમાં કડી પહેરી લીધી. પણ ગુપ્તચરો થકી આ માહિતી ઔરંગઝેબને
મળી ગઇ. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ