આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભાજપ તરફથી નવું બંધારણ લખવાનું કામ ચાલી રહ્યું છે: સંજય રાઉત

મુંબઈ: “જ્યાં સુધી તમે ભાજપમાં જોડાતા નથી, ત્યાં સુધી તમને કોઈ ભંડોળ નહીં મળે, એક સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ભારતીય બંધારણની વિરુદ્ધ છે. ન્યાયનો સમાન સિદ્ધાંત સરકાર દ્વારા લાગુ કરવામાં આવતો નથી. તાજેતરનો ગણતંત્ર દિવસ સંભવતઃ છેલ્લો પ્રજાસત્તાક દિવસ હશે.

જો આવતીકાલે કમનસીબે ભાજપને ઈવીએમની મદદથી ૪૦૦થી વધુ બેઠકો મળી જાય તો આ દેશના બંધારણમાં ફેરફાર કરવામાં આવશે અને ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસને નવા બંધારણ મુજબ કરવામાં આવશે. તેના માટે તૈયારીઓ ચાલી રહી છે, એવો શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે આક્ષેપ કર્યો હતો.

નાશિકમાં પત્રકાર પરિષદમાં ભાજપની ટીકા કરતા તેમણે એમ પણ કહ્યું હતું કે કદાચ બજેટમાં બે રૂપિયા ઘટાડીને તે પોતાની પીઠ પર થપથપાવશે. બજેટના દિવસે કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.
મોદી, શાહ દેશને પથ્થર યુગમાં લઈ જઈ રહ્યા છે ગઈકાલે પણ જ્યારે રાષ્ટ્રપતિ પોતાના અભિભાષણ માટે સંસદમાં આવ્યા ત્યારે તેમની સામે એક વ્યક્તિ સેંગોલ સાથે ચાલતો જોવા મળ્યો હતો. જ્યારે રાઉતને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ નવું બંધારણ લખવાની તૈયારી ચાલી રહી છે.

આવતીકાલે દેશના રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન પણ ધાર્મિક શોભાયાત્રા દ્વારા સંસદમાં આવી શકે છે. દેશ ઈરાન તરફ આગળ વધી રહ્યો છે. ઈરાનમાં આયાતુલ્લા ખોમેનીનું શાસન હતું. ભારતમાં આ ખોમેનિઝમ લાવીને દેશને ૫૦૦ વર્ષ પાછળ લઈ જવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

છેલ્લા ૭૦ વર્ષમાં દેશને જ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ લઈ જવામાં આવ્યો છે. મોદી, શાહ અને તેમના લોકો દેશને પાષાણ યુગમાં લઈ જવાનું વિચારી રહ્યા છે. જો લોકો તેની સાથે સહમત હોય, તો તેઓએ તેને સ્વીકારવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button