ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

ભારતીયોને અમેરિકા જવું પડશે મોંઘુંઃ બાઇડન સરકારે લીધો મોટો નિર્ણય

વોશિંગ્ટન: અમેરિકાએ નોન- ઇમિગ્રન્ટ ભારતીયોમાં લોકપ્રિય અને ભારે માંગ ધરાવતા લોકપ્રિય એચ-1બી, એલ-1 અને ઇબી-5ની વિવિધ કેટેગરીમાં ફીમાં ભારે વધારો જાહેર કર્યો હતો. આ વધારો એક એપ્રિલ 2024થી લાગુ થશે.

એચ-1બી વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકાની કંપનીઓને વિદેશી કારીગરોને વિશેષ વ્યવસાયોમાં રાખવાની મંજૂરી આપે છે જેના માટે સૈદ્ધાંતિક અને ટેકનિકલ એક્સપર્ટની જરૂર હોય છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે તેના પર નિર્ભર છે.

1990માં અમેરિકાની સરકાર દ્ધારા શરૂ કરાયેલા ઇબી-5 કાર્યક્રમ, ઉચ્ચ નેટવર્થ ધરાવતા વિદેશી રોકાણકારોને અમેરિકાના બિઝનેસમાં ઓછામાં ઓછા 5,00,000 ડોલરનું રોકાણ કરીને પોતાના અને તેમના પરિવારો માટે યુએસ વિઝા મેળવવા સક્ષમ બનાવે છે જે 10 જેટલી નોકરીઓનું સર્જન કરી શકે છે.

નવી એચ-1બી એપ્લિકેશન વિઝા ફી વધીને 460થી 780 ડોલર થઇ ગઇ છે જે અગાઉ 129 ડોલર હતી. આવતા વર્ષથી એચ-1બી રજિસ્ટ્રેશન ફી 10 ડોલરથી વધીને 215 ડોલર થશે. બુધવારે જાહેર કરાયેલા ફેડરલ નોટિફિકેશન અનુસાર, એલ-1 વિઝા માટેની ફી 460 ડોલરથી વધારીને 1,385 ડોલર કરવામાં આવી છે અને ઇબી-5 વિઝા માટે ફી 3,675 ડોલરથી વધીને 11,160 ડોલર કરવામાં આવી છે.

એલ-1 વિઝા એ યુએસમાં નોન-ઇમિગ્રન્ટ વિઝા કેટેગરી છે જે ઇન્ટ્રાકંપની ટ્રાન્સફર માટે રચાયેલ છે. તે બહુરાષ્ટ્રીય કંપનીઓને યુ.એસ.માં કામ કરવા માટે તેમની વિદેશી ઓફિસમાંથી કેટલાક કર્મચારીઓને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button