ધર્મતેજરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આ તારીખે બની રહ્યો છે લક્ષ્મીનારાયણ યોગ, આ ત્રણ રાશિ પર થશે ધનવર્ષા

જો તમે જ્યોતિષશાસ્ત્રમાં શ્રદ્ધા રાખતા હો તો એક ખૂબ જ આનંદના સમાચાર ત્રણ રાશિના જાતકો માટે છે. આજથી 11 દિવસ બાદ એટલે કે 12મી ફેબ્રુઆરીએ લક્ષ્મીનાયારણ યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહોનું ગોચર એટલે કે ભ્રમણ મહત્વનું છે કારણ કે આ ગોચરથી બનતા યોગ દરેક રાશિના જાતકોના જીવન પર એક યા બીજી રીતે અસર કરતા હોય છે. આવતી 12 ફેબ્રુઆરીના રોજ મકર રાશિમાં આઠ દિવસ માટે લક્ષ્મીનારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. વાસ્તવમાં 12 ફેબ્રુઆરીએ શુક્રનું મકર રાશિમાં ગોચર થશે અને બુધ પહેલેથી મકર રાશિમાં વિરાજમાન છે આથી બુધ અને શુક્રની યુતિ થશે.

આને લીધે બની રહ્યો છે લક્ષ્મીનારાયણ યોગ. લક્ષ્મી નામ પડે એટલે જ ધનપ્રાપ્તિની કામના જાગે. તો આ યોગ જ લક્ષ્મીની વર્ષા માટે બને છે. આથી જે જાતકોની રાશિમાં આ યોગ બને તેમને અવશ્ય ધનલાભ થાય છે. આ વખતે આ યોગ ત્રણ રાશિના જાતકોને લાભ આપવાનો છે. તો જાણી લો તમારી કે તમારા સ્વજનની રાશિ તો નથી ને જે માલામાલ થવાની છે.

મેષઃ આ યોગ મેષ રાશિના જાતિકોને ખૂબ જ લાભદાની નિવડી શકે છે. તેમના અટકેલા કામ શરૂ થાય અને અટકેલા પૈસા પાછા આવે અથવા તો જો તેઓ નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા હોય તો તેમની માટે પણ ફળદાયી નિવડી શકે તેમ છે. તેમની રોજબરોજની આવકમાં પણ સુધારો થશે. આ સાથે મેષ રાશિના જાતકો આ સમય દરમિયાન રોકાણ કરે તો પણ તેમન ફાયદાકારક રહેશે.


મિથુનઃ મિથુન રાશિ માટે આ સમય ખાસ માનવામાં આવે છે. તેમને તેમના કામમા બરકત મળશે. અચાનક ધનલાભની સંભાવના પણ છે. આ સાથે જો કોઈ નોકરી શોધતું હોય તો તેમની માટે પણ સારા સમાચાર આવી શકે છે.


કન્યાઃ આ યોગનો લાભ કન્યા રાશિના જાતકોને પણ થઈ શકે છે. તેમની આવકમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે. આ સાથે તેમનું સ્વાસ્થય પણ સુધરશે. મા લક્ષ્મીની કૃપાથી ઘર-પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button