નેશનલ

એરપોર્ટ પર કોને કિસ કરતો જોવા મળ્યો અરબાઝ ખાન?

મુંબઈ: અભિનેત્રી મલાઇકા અરોરા સાથે છૂટાછેડા લીધા બાદ અરબાઝ ખાને શૂરા સાથે પોતાનો જીવન સંસાર માંડ્યો અને ત્યારપછીથી બંને અવારનવાર જાહેરમાં દેખાતા હોય છે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ જાહેર કરતા તે જરાય અચકાતા નથી.

આવો જ નજારો ફરી એક વખત મુંબઈ ઍરપોર્ટ પર બંને વચ્ચે જોવા મળ્યો હતો. પતિ અરબાઝ ખાનને ઍરપોર્ટ પર મૂકવા આવેલી શૂરાને અરબાઝ ખાને કિસ કરી હતી. ગુડબાય કિસ આપવાની સાથે સાથે જ અરબાઝ તેને ભેટી પણ પડ્યો હતો.


જાણે કે થોડા સમય માટેનો વિરહ પણ આ બંને પ્રેમી પંખીડાઓને સહન ન થતો હોય. બંને વચ્ચેની આ ક્યુટ મોમેન્ટના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે, જેમાં પતિને સી-ઑફ કરવા આવેલી શૂરા અને અરબાઝ એકબીજાને કિસ કરતા અને ભેટતા નજરે ચઢે છે.


અરબાઝ ખાન ડાર્ક બ્લુ ટી-શર્ટ અને બ્લેક પેન્ટ્સમાં હેન્ડસમ દેખાતો હતો જ્યારે શૂરા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. જોકે, તે ગાડીની બહાર આવી નહોતી. શૂરા અને અરબાઝને જોઇને ત્યાં તેમના ચાહકોની ભીડ પણ જામી ગઇ હતી.


શૂરા ત્યાંથી ગઇ ત્યારબાદ અરબાઝના ફેન્સ તેની સાથે ફોટો પડાવવા માટે તેને ઘેરી વળ્યા હતા. અરબાઝે પણ હસતાં મોંએ પોતાના ચાહકો સાથે ફોટા પડાવ્યા હતા. તમને જણાવી દઇએ કે હાલમાં જ અરબાઝે તેની પત્ની શૂરાનો 31મો જન્મદિન ઉજવ્યો હતો અને તેની ભવ્ય પાર્ટી પણ રાખી હતી, જેમાં અનેક સેલેબ્સ આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button