ઇન્ટરનેશનલનેશનલ

બ્રિટિશ વેપારી જહાજ પર સમુદ્રમાં થયો હુમલો, ભારતીય નૌસેનાને કહ્યું ‘પ્લીઝ હેલ્પ’

છેલ્લા ઘણા સમયથી લાલ સમુદ્રમાં (Red Sea)સ્થિતિ ગંભીર છે. યમનના હુતી વિદ્રોહીઓ દ્વારા ફરી એકવાર ભયાનક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં બ્રિટિશ જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. મદદની ગુહાર લગાવતા જ ભારતીય નૌકાદળે (Indian Navy) તરત જ ગાઈડેડ મિસાઈલથી સજ્જ આઈએનએસ વિશાખાપટ્ટનમ મોકલ્યું હતું. નેવીએ શનિવારે જણાવ્યું હતું કે INS વિશાખાપટ્ટનમે બ્રિટિશ ઓઇલ ટેન્કર MV મર્લિન લુઆન્ડામાં બોર્ડ પર લાગેલી ભીષણ આગને ઓલવવાના પ્રયાસોમાં મદદ કરવા માટે 22 ભારતીય અને એક બાંગ્લાદેશી ક્રૂ મેમ્બર સહિત એક ટીમ તૈનાત કરી છે.

નેવીના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “એમવી માર્લિન લુઆંડાની વિનંતી પર, INS વિશાખાપટ્ટનમે મુશ્કેલીગ્રસ્ત જહાજ પર આગ લડવાના પ્રયાસોને વધારવામાં ક્રૂને મદદ કરવા માટે અગ્નિશામક ઉપકરણો પ્રદાન કર્યા છે.” તેની સાથે તેની NBCD ટીમ તૈનાત કરી છે. .

ભારતીય નૌકાદળએ જણાવ્યું હતું કે, “ભારતીય નૌકાદળ MVs (વેપારી જહાજો)ની સલામતી અને દરિયામાં જીવનની સલામતીની ખાતરી કરવા માટે અડગ અને પ્રતિબદ્ધ છે,”. અહેવાલો અનુસાર, બ્રિટિશ ઓઇલ ટેન્કરના ઓપરેટરે જણાવ્યું હતું કે જહાજ “લાલ સમુદ્રને પાર કર્યા પછી એડનની ખાડીમાં મિસાઇલ હુમલાનો ભોગ બન્યું હતું.”

વિદેશી મીડિયાના અહેવાલો મુજબ, મુખ્ય શિપિંગ રુટ, એડનની ખાડીમાં ઈરાન સમર્થિત સંગઠન સાથે જોડાયેલા યમનના હુતી વિદ્રોહીઓએ દ્વારા મિસાઈલ હુમલા બાદ એક બ્રિટિશ ઓઈલ ટેન્કરમાં આગ લાગી હતી. હુતી બળવાખોરો દ્વારા દરિયાઈ જહાજ પર હુમલાની આ તાજેતરની ઘટના છે.

અગાઉ, 23 ડિસેમ્બરે, 21 ભારતીય ક્રૂ સભ્યો સાથે લાઇબેરિયન જહાજ એમવી કેમ પ્લુટોને ભારતના પશ્ચિમ કિનારે ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. એમવી કેમ પ્લુટો ઉપરાંત, અન્ય એક કોમર્શિયલ ઓઈલ ટેન્કર જે ભારત તરફ જઈ રહ્યું હતું તે જ દિવસે દક્ષિણ લાલ સમુદ્રમાં શંકાસ્પદ ડ્રોન હુમલાનો ભોગ બન્યું હતું. આ જહાજમાં 25 ભારતીયોનો ક્રૂ સવાર હતા.

વેપારી જહાજો પરના હુમલામાં તાજેતરના વધારાને ધ્યાનમાં રાખીને, ભારતીય નૌકાદળે અરબી સમુદ્ર અને એડનની ખાડીમાં ફ્રન્ટલાઈન વિનાશક અને ફ્રિગેટ્સ તૈનાત કરીને તેના સર્વેલન્સ નેટવર્કને નોંધપાત્ર રીતે વધાર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…