તો Aalia Bhatt નહીં પણ આ હોત કપૂર ખાનદાનની વહુરાણી!

મૂળ ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા હાલમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલ્લિક સાથેના તેના તૂટી ગયેલાં લગ્ન જીવનને લઈને ચર્ચામાં છે પણ શું તમને ખબર છે કે જો સાનિયાએ શોએબ મલિક સાથે લગ્ન ના કર્યા હોત તો તે કપૂર ખાનદાનની વહુરાણી બનીને મહાલી રહી હોત? ચોંકી ગયા ને? હાલમાં જ સાનિયા મિર્ઝાનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે રાણબીર કપૂરને ડેટ કરવા માંગે છે.
જી હા, આ એ સમયની વાત છે જ્યારે સાનિયા મિર્ઝા કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણમાં હાજરી આપવા પહોંચી હતી અને કરણે એને પૂછ્યું હતું કે જો તેને કોઈ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે તો તે સ્ક્રીન પર કોની સાથે જોડી જમાવવા માંગશે? આ સવાલના જવાબમાં સાનિયાએ સલમાન ખાનનું નામ લીધું હતું.
પરંતુ જ્યારે કરણે એને પૂછ્યું કે જો તેને કોઈને ડેટ કરવાનો મોકો મળ્યો તો તે બોલીવૂડના કયા એક્ટરને ડેટ કરવા માંગશે તો એના જવાબમાં સાનિયા મિર્ઝાએ કપૂર ખાનાદનના લાડલા રણબીર કપૂરનું નામ લીધું હતું. સવાલોનો આ દૌર અહીંયા જ નહોતો થમ્યો.
આગળ કરણે સાનિયાને પૂછ્યું હતું કે જો શોએબ મલિક સાથે તેના લગ્ન ના થયા હોત તો કોને પોતાના હસબન્ડ તરીકે પસંદ કરત? આ સવાલના જવાબમાં એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના સાનિયાએ રણબીર કપૂરનું જ નામ લેતાં કહ્યું હતું કે રણબીર કપૂર મારો ક્રશ હતો અને હું એની સાથે કરત.
જોકે, સાનિયાની રણબીર કપૂર સાથે લગ્ન કરવાની ઈચ્છા તો પૂરી ના થઈ પણ 2010માં તેણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા અને હવે બંનેના લગ્ન જીવનનો અંત આવી ગયો છે. શોએબે ત્રીજી વખત પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન કરી લીધા હતા.