‘સેન્થામારાઇ..’ સાઇ પલ્લવીએ આ રીતે સગાઇ માટે બહેનને કરી તૈયાર..
સાઉથની લોકપ્રિય અભિનેત્રી સાઇ પલ્લવીની બહેન પૂજાની હાલમાં જ સગાઇ થઇ છે. આ સગાઇની ઇનસાઇડ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. એક વીડિયો એવો પણ છે કે જેમાં સાઇ અને તેની બહેન પૂજા વચ્ચેનું ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. સગાઇ પહેલા સાઇ પલ્લવી પોતાની બહેનને તૈયાર કરી રહી છે.
વીડિયોમાં સાઇ તેની બહેન સાથે તેની સગાઇ થાય એ પહેલા સુંદર પળો વિતાવી રહી છે. પૂજા તેની બહેન સાઇને ‘સેન્થામારાઇ’ કહીને બોલાવે છે, સાઇ રૂમમાં આવીને તેની બહેનને સાડીને સરખી કરતી તેને વીંટી પહેરાવતી જોવા મળી રહી છે. આ વીડિયો પર યુઝર્સ પણ ફિદા થઇ ગયા છે. ‘સેન્થામારાઇ’નો મતલબ થાય છે લાલ ફૂલ.
સાઇ પલ્લવી પ્રેમમ, શ્યામ સિંઘા રોય, ફિદા, મારી-2 જેવી ફિલ્મો માટે લોકપ્રિય થઇ હતી. તે છેલ્લે વર્ષ 2022માં ગાર્ગી ફિલ્મમાં દેખાઇ હતી. તે હવે બોલીવુડમાં પદાર્પણ કરી રહી હોવાની વાતો ચાલી રહી છે. એવું કહેવાય છે કે નિતેશ તિવારીની રામાયણમાં તે ‘સીતા’નું પાત્ર ભજવતી જોવા મળશે. જ્યારે ‘રામ’ની ભૂમિકા માટે રણબીર કપૂરનું નામ ચર્ચામાં છે.