આમચી મુંબઈ

થાણે ઘોડબંદર વિસ્તારની પાણીની સમસ્યા દૂર ફેબ્રુઆરીથી વધારાનું પાંચ એમએલડી પાણી મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે ઘોડબંદર વિસ્તારમાં લાંબા સમયથી રહેલી અપૂરતા પાણીની સમસ્યા આગામી સમયમાં દૂર થવાની છે. થાણે પાલિકા પ્રશાસને આગામી મહિનાથી આ વિસ્તારમાં વધારાનું પાંચ એમએમલડી આ વિસ્તારને આપવાનો નિર્ણય લીધો છે. ઘોડબંદરમાં બહુમાળીય
ટાવરની સંખ્યા વધવાની સાથે વસતી પણ વધી ગઈ છે, તેની સામે નાગરિકોને ઓછું પાણી મળતી હોવાની ફરિયાદ લાંબા સમયથી થાણે પાલિકા પ્રશાસનને કરવામાં આવી રહી હતી. જોકે તેના તરફ ધ્યાનમાં આપવામાં આવતું નહોતું. છેવટે રેસિડેન્શલ વોટર કમ્પલેન્ટ રિડ્રેસલ કમિટીમાં આ મુદ્દો ગયો હતો.

હાઈ કોર્ટના આદેશ મુજબ થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં રેસિડેન્શિયલ સ્તરે પાણીના વપરાશને સંબધી ફરિયાદ માટે રેસિડેન્શલ વોટર કમ્પલેન્ટ રિડ્રેસલ કમિટીની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિની બુધવારે થાણે પાલિકાના કમિશનર અભિજિત બાંગરની સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં નાગરિકોના શિષ્ટમંડળે પોતાની ફરિયાદ રજૂ કરી હતી, જેમાં થાણે શહેર, મુંબ્રા, ઘોડબંદર રોડ, વાધબીળ, વિજયનગરી, ભાઈંદરપાડા, ઓવળા નાકાા જેવા ઘોડબંદર પરિસરના વિસ્તારમાં અનિયમિત અને ઓછા પાણીપુરવઠાને મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી. અપૂરતા પાણીને કારણે હાઉસિંગ સોસાયટીઓને ટેન્કરના પાણીપાછળ વાર્ષિક સ્તરે લાખો રૂપિયાનો ખર્ચ આવતો હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. પાઈપલાઈનના સમારકામ માટે લેવામાં આવતા શટડાઉન બાદ પાણીપુરવઠો પૂર્વવત થવામાં આઠથી દસ દિવસનો સમય લાગતો હોવાની ફરિયાદ પણ આ સમયે કરવામાં આવી હતી. નાગરિકોને તેમના ઘરના નળમાં ૨૦ મિનિટ પણ પાણી મળતું ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

નાગરિકોની ફરિયાદ પર કમિશરને કહ્યું હતું કે પાણીની સમસ્યા દૂર કરવા માટે દીર્ધ અને લાંબા ગાળાની ઉપાયયોજના હાથ ધરવામાં આવી હોવાનું આશ્ર્વાસન આપ્યું હતું. જોકે તેની સામે ઘોડબંદર રોડ પર મોટા પ્રમાણમાં હાઉસિંગ સોસાયટીઓ બની રહી છે, તેથી જ્યાં સુધી પુરતું પાણી ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી આગામી મંજૂરી આપવી નહીં એવી માગણી નાગરિકોએ કરી હતી. આ દરમિયાન કમિશનરે આ વિસ્તારમાં વધારાનો પાણીપુરવઠો થઈશકે તે માટે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવમામાં આવશે એવું આશ્ર્વાસન આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker