મનોરંજન

TMKOCને લઈને આવી મહત્ત્વની માહિતી, ટૂંક સમયમાં થશે આ કેરેક્ટરની એન્ટ્રી…

Taarak Mehta Ka Ooltah Chashmahનું ફેન ક્લબ ખૂબ જ જોરદાર છે. દોઢ દાયકાની લાં…..બી સફર ખેડ્યા બાદ આજે પણ આ શો દર્શકોના દિલ પર રાજ કરે છે. આ શોને લઈને દર થોડા સમયે કંઈને કંઈ અપડેટ આવતા જ હોય છે. છેલ્લાં કેટલાક સમયથી દયાભાભીની રિ-એન્ટ્રીને કારણે આ શો લાઈમલાઈટમાં છે. પણ હવે આ શો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે અને એનું કારણ છે નવા કેરેક્ટરની એન્ટ્રી…

જી હા, TMKOCના વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલનું લગ્ન કરવાનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે અને તેને પોતાની ડ્રીમ ગર્લ મળવાની છે કારણ કે શોમાં અને પોપટલાલના જીવનમાં એક સુંદર છોકરીની એન્ટ્રી થવા જઈ રહી છે. શો સાથે સંકળાયેલા એક ક્રુએ જણાવ્યું હતું કે શોમાં પોપટલાલની અપોઝિટ એક કેમિયો જોવા મળશે અને એવી આશા સેવાઈ રહી છે કે આ નવું કેરેક્ટક દર્શકોનું ભરપૂર મનોરંજ કરશે.


એક્ટર શ્યામ પાઠક કે જેને આપણે સૌ પત્રકાર પોપટલાલ તરીકે ઓળખીએ છીએ. હવે પોપટલાલની લગ્ન માટે એક સારી છોકરીની શોધ પૂરી થઈ ગઈ છે અને આ શોમાં એક્ટ્રેસ પૂજા ભારતીની એન્ટ્રી થવા જઈ રહી છે.

મીડિયામાં કરવામાં આવેલા દાવા અનુસાર પૂજા ભારતી શોમાં સિર્ફ કેમિયો રોલમાં જોવા મળશે અને દર્શકોને એનો રોલ ખૂબ જ પસંદ આવશે. શોમાં તેનું નામ અનોખી રાખવામાં આવ્યું છે અને અનોખી અને પોપટલાલની પહેલી મુલાકાતનો પ્રોમો મેકર્સ દ્વારા રીલિઝ કરવામાં આવ્યો છે અને દર્શકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

દર્શકો પણ આ નવો પ્રોમો જોઈને ખૂબ જ એક્સાઈટેડ છે. TMKOCમાં પોપટલાલ અને અનોખીની સ્ટોરી ટીઆરપીના રેકોર્ડ તોડી શકે એમ છે. પૂજા ભારતીની વાત કરીએ પૂજા પ્રોફેશનલી તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને આ સિવાય તે અનેક ટીવી શોમાં કામ કરી ચૂકી છે. આ પહેલાં તે પૂજા દસ જૂન કી રાત, છોટી સરદારની જેવા શોમાં કામ કરી ચૂકી છે. જોઈએ હવે TMKOC પૂજાના કરિયરનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે એમ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button