આપણું ગુજરાત

રાજકોટમાં ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ સામે આવ્યું

રાજકોટઃ અહીંની ક્રાઈમ બ્રાન્ચના એક દરોડામાં ક્રિકેટનો મોટો સટ્ટો રમાડતા ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ ખાતાને મળેલી બાતમી અનુસાર એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસમાં દરોડો પાડતા એક શખ્સ પાસેથી ક્રિકેટની આઈડી ચલાવતા હોવાનું પ્રુફ મળ્યું હતું જેનું કનેક્શન પીએમ આંગડિયા પેઢીમાં ખુલ્યું હતું. જેનો મોબાઈલ ચેક કરતા અન્ય બે શખ્સોની પણ સંડોવણી માલુમ પડી હતી.

ક્રાઇમ બ્રાન્ચે 3 બુકીઓને ઝડપ્યા બાદ અન્ય બુકીઓના નામો ખુલ્યા,નિશાંત,ભાવેશ,સુકેતુ નામના બુકીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.ત્રણેય બુકીઓ પાસેથી 11.50 લાખ રોકડ કબ્જે કરાયા છે. બુકીઓ પાસેથી 2 માસ્ટર આઈડી મળી આવ્યા ચેરી બેટ તેમજ મેજીક એકસચેન્જ નામના માસ્ટર આઈડી મળી આવ્યા,માસ્ટર આઈડીમાંથી આશરે 5 થી 7 કરોડ રોકડના વ્યવહાર ખુલ્યાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

પીએમ આંગડીયાના માલિક તેજસ રાજદેવ,નિશાંત ચગ,ભાવેશ ખખર,અમિત ઉર્ફે મોન્ટુ ખમણ નામના બુકીઓ ના નામ ખુલ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આવનારા બે ત્રણ દિવસોમાં બહુ મોટા નામ ખુલશે તેવો પોલીસ ખાતાને વિશ્વાસ છે. આજે એસીપી વિશાલ રબારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસ ખાતું આવનારા બે થી ત્રણ દિવસમાં મોટા માથા સુધી પહોંચી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button