નેશનલ

મીરા રોડમાં ‘યુપી વાળી’ નયા નગરમાં ચાલ્યાં બૂલડોેઝર

રામભક્તોનાં વાહનોની તોડફોડ બાદ તોફાનીઓ પર આકરી કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઉત્તર પ્રદેશમાં જે રીતે કોમી રમખાણો બાદ તોફાની તત્ત્વોના ગેરકાયદે બાંધકામ પર બૂલડોઝર ફેરવવામાં આવ્યા હતા તેનું અનુકરણ કરતાં બે દિવસ પહેલાં કોમી હિંસાનો સામનો કરનારા મીરા રોડના નયાનગર વિસ્તારના હૈદરી ચોકમાં મંગળવારે મીરા-ભાયંદર મનપા દ્વારા તોફાનીઓના ગેરકાયદે બાંધકામ પર બૂલડોઝર ચલાવવામાં આવ્યાં હતાં.

મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, રેપિડ એક્શન ફોર્સના જવાનોને આ વિસ્તારમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં શોભાયાત્રા કાઢી રહેલા રામભક્તો પર તોફાની તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને કેટલાક લોકો લોહીલુહાણ થયા બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અત્યંત આકરા શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે તોફાનીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
સોશ્યલ મીડિયા પર મંગળવારે સ્ટોલના ચાલી રહેલા તોડકામના વીડિયો વાઈરલ થયા હતા.

રવિવારે રાતે લોખંડના સળિયા, લાઠીઓ અને બેટ લઈને તોફાની તત્વોનું એક ટોળું નયાનગર વિસ્તારમાંથી પસાર થઈ રહેલી રામભક્તોની શોભાયાત્રા પર તૂટી પડ્યું હતું. ઉન્માદી નારાઓ પોકારતા તેમણે વાહનો પર હુમલા કર્યા હતા અને વાહનમાં બેસેલા લોકોને પણ જખમી કર્યા હતા. તેમણે શોભાયાત્રા પર પથ્થરમારો પણ કર્યો હતો.

પોલીસે ૫૦-૬૦ લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. અત્યાર સુધીમાં ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ મુંબઈ છે, ઉત્તર પ્રદેશ નહીં: મીરા રોડના તોફાનીની ધરપકડ
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં રામભક્તોની શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યા બાદ એક વીડિયો વાઈરલ કરીને રામભક્તોને ચેતવણી આપનારા અબુ શેહમા શેખની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.

અબુએ પોતાના વાઈરલ વીડિયોમાાં કહ્યું હતું કે આ યુપી (ઉત્તર પ્રદેશ) નથી, આ મુંબઈ છે. ત્યારબાદ તેણે અનેક કોમવાદી ટિપ્પણીઓ કરી હતી અને રામ ભક્તોને ધમકીઓ આપી હતી.
ડીસીપી જયંત બજબલેએ મંગળવારે કહ્યું હતું કે બે સમાજ વચ્ચેની અથડામણના કેટલાક વીડિયો સોશ્યલ મીડિયા
પર વાઈરલ થયા હતા. આમાં એક વીડિયો અબુ શેખ નામની વ્યક્તિનો હતો. જેમાં તેણે લોકોની ભડકામણી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે વ્યક્તિએ આ વીડિયો પોસ્ટ કર્યો હતો તેની ધરપકડ કરવામાં આવી છે અને બે દિવસની પોલીસ કસ્ટડી માગવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?