આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવે શિંદેને લક્ષ્ય બનાવવા માટે રામાયણના વાલીનો ઉલ્લેખ કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રામાયણમાંથી વાલીના નામનો ઉલ્લેખ કરીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરી હતી અને તેમના પર પાર્ટી ચોરી જવાનો આરોપ લગાવ્યો હતો. નાશિક શહેરમાં એક રેલીને સંબોધતાં તેમણે શિવસૈનિકોને શપથ લેવડાવી હતી કે ગદ્દારોને રાજકીય રીતે ખતમ કરી નાખવા.

તેમણે કહ્યું હતું કે લોકોએ સમજવું જોઈએ કે ભગવાન રામે શા માટે વાનર રાજ વાલીની હત્યા કરી હતી. આપણે પણ આપણી શિવસેના લઈને ભાગી જનારા આજના વાલી (રાજકીય)ની હત્યા કરવી પડશે. આજે શપથ લો કે આપણી શિવસેના સાથે ભાગી જનારા વાલીની (રાજકીય રીતે) હત્યા કરીશું.

તેમણે એવી પણ ટિપ્પણી કરી હતી કે રામના મુખવટા ધારણ કરનારાઓના શિવસૈનિક પર્દાફાશ કરી નાખશે.
ભગવાન રામ કોઈ એક પાર્ટીની મિલકત નથી. જો તમને એવું લાગતું હોય તો આપણે ભાજપ મુક્ત શ્રીરામ બનાવવા પડશે, એમ તેમણે કહ્યું હતું.

આ શિવસૈનિકો મારી શક્તિ છે. મેં પાર્ટીને વારસામાં મેળવી ત્યારથી શિવસૈનિકો મારી સાથે છે. મેં પાર્ટી ચોરી નથી. તમે તેને વંશવાદ પણ કહી શકો છો, એમ તેમણે કહ્યું હતું.

ભગવાન રામ પોતાના વચનનું પાલન કરવા માટે જાણીતા હતા. જ્યારે તમે વચન તોડવા માટે પ્રખ્યાત છો. તમને આ સ્થળે પહોંચાડવા માટે મદદ કરનારા શિવસૈનિકોને તમે ભૂલી ગયા છો. રામ કી બાત હો ગઈ અબ કામ કી બાત કરો એવું પણ ઠાકરેએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button