USA Shooting: શિકાગો પાસે 7 લોકોની ગોળી મારી હત્યા, 23 વર્ષનો શંકાસ્પદ હજુ પણ ફરાર
શિકાગો: અમેરિકામાં ફરી ફાયરીંગની ઘટના બની છે, શિકાગો પાસે બે અલગ-અલગ મકાનોમાં થયેલા ગોળીબારમાં લગભગ 7 લોકોના મોત થયા છે. પોલીસે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે ગોળીબાર ઇલિનોઇસના જોલિએટમાં વેસ્ટ એકર્સ રોડના 2200 બ્લોકમાં થયો હતો.
ગોળીબાર કરનારો આરોપી હાલ પોલીસની પકડથી બહાર છે. તેની ઓળખ રોમિયો નાન્સ તરીકે થઈ છે.જોલિયટ પોલીસ ચીફે કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બે ઘરોમાં કુલ સાત લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં શંકાસ્પદ 23 વર્ષીય નાન્સ આ ઘરોની નજીક રહેતો હતો.
આરોપી લાલ ટોયોટા કેમરી કાર ચલાવી રહ્યો હતો, તેની પાસે હથિયારો છે અને અત્યંત જોખમી સાબિત થઇ શકે છે. જો કોઈને નેન્સ અથવા તેની કાર વિશે કોઈ માહિતી હોય, તો તેણે તેમની સ્થાનિક લો એન્ફોર્સમેન્ટ એજન્સીનો સંપર્ક કરવો.અમેરિકામાં અવારનવર બનતી ફાયરિંગની ઘટનાને કારણે ગન કલ્ચરની ટીકા થઇ રહી છે.
ગન વાયોલન્સ આર્કાઇવ દ્વારા એકત્ર કરાયેલ ડેટા અનુસાર, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં ગોળીબારમાં 875 થી વધુ લોકોના મોત થયા છે. વાયોલન્સ આર્કાઇવ અમેરિકમાં ગણ વાયો વાયોલન્સની ઘટનાઓનો અહેવાલ આપે છે.