રામ લલ્લાનું પિતામ્બર તૈયાર કરનાર ડિઝાઈનર કોણ? આપ્યું મોટું નિવેદન

અયોધ્યાઃ 22મી જાન્યુઆરી ભારતીય ઈતિહાસ માટે આજનો દિવસ સોનેરી અક્ષરે લખવામાં આવશે, કારણ કે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રામ લલ્લાનું સ્થાપન થયું હતું. આજના મહામૂલા દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ ભવ્ય રીતે કરવામાં આવી હતી એના પછી રામ લલ્લાની તસવીર જે બહાર આવી એ દિવ્ય હતી.

કિંમતી આભૂષણો સાથે પિતામ્બર પહેરાવવામાં આવ્યું હતું. ભગવાન રામ લલ્લાને પહેરાવવામાં આવેલા આભૂષણ સાથે પિતામ્બર કોણે બનાવ્યું એ સવાલ સૌના મનમાં ઉપસ્થિત થયો હતો. મનમોહક પિતામ્બર તૈયાર કરવાની જવાબદારી ડિઝાઈનર મનીષ ત્રિપાઠીને સોંપવામાં આવી હતી. પિતામ્બર તૈયાર કરવા અંગે ત્રિપાઠીએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી રામ લલ્લાના વસ્ત્રો તૈયાર કરતા હતા. મારી સાથે મારી ટીમ પણ કામ કરી રહી હતી. અનેક ડિઝાઈન પર કામ કર્યું હતું. રામ લલ્લાના વસ્ત્રોને વારાણસીમાં બનાવ્યું હતું.
રામચરિતમાનસમાં ઉલ્લેખ છે કે ભગવાન રામ પિતામ્બર પહેરાતા હતા, ત્યાર બાદ અમે વારાણસીમાં સોના અને ચાંદીનું મિશ્રણ કરીને કપડું તૈયાર કર્યું હતું. એટલું જ નહીં, તેની સિલાઈ પણ સોનાચાંદીના તારથી કરી હતી, એમ ડિઝાઈનરે હોંશથી જણાવ્યું હતું.
મારી પંદર સભ્યની ટીમે છેલ્લા પંદર દિવસથી અયોધ્યામાં હતી. રામ લલ્લાની મૂર્તિને એક જ પથ્થરમાંથી બનાવી છે, જ્યારે તેના હિસાબે પરિધાન તૈયાર કરવામાં આવ્યું હતું. અમારા માટે કામ પણ પડકારજનક હતું, પરંતુ રામ લલ્લાની કૃપાથી સંભવ થયું હતું.
રામ લલ્લાને અમારી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા વસ્ત્રો ધારણ કર્યા તેનાથી મારી અને મારી ટીમનું જીવન ધન્ય થઈ ગયું. મારી ટીમના માટે પણ આજનો દિવસ સૌથી મોટો છે. એટલું ચોક્કસ કહીશ કે હવે પછી રામ લલ્લાના જેટલા સુંદર વસ્ત્રો ડિઝાઈન થઈ શકશે નહીં, એમ મનીષ ત્રિપાઠીએ જણાવ્યું હતું.
આઈએએસ અધિકારી ફૈઝલ શાહે કહ્યું ગૌરવની પળ…
રામ ભક્તો વર્ષોથી જે પળની રાહ જોઈ રહ્યા હતા તે સાકાર થઈ છે. અયોધ્યામાં ભગવાન રામ લલ્લાના મંદિરના નિર્માણ પછી પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ સંપન્ન થયો. દેશભરમાં દિવાળીનો માહોલ નિર્માણ થયો છે ત્યારે આઈએએસ અધિકારી શાહ ફૈઝલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.

આઈએએસ અધિકારી ફૈઝલ શાહે અયોધ્યામાં રામ લલ્લાના કાર્યક્રમમાં સહભાગી થવા મુદ્દે ગૌરવ વ્યક્ત કર્યું હતું. આજની પળને મહત્ત્વપૂર્ણ બતાવતા કહ્યું હતું કે ભારતીય મુસ્લિમ તરીકે હું આ પળનો સાક્ષી રહ્યો છો એનું મને ગૌરવ છે. આદર્શ પુરુષ, મર્યાદા પુરુષોતમ ભગવાની શ્રી રામના મૂલ્યો, ધાર્મિકતા, સંબંધો પ્રત્યે સન્માન અને વિકસિત ભારત માટે આપણો આ સામૂહિક સંકલ્પ પ્રેરણા આપનારો છે.