ટોપ ન્યૂઝનેશનલ

પીએમ મોદી સાથે ધોતયુ પહેરીને આ કોણ ચાલી રહ્યું છે?

કેરળ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા કેરળના મંદિરની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની કેરળની મુલાકાતના અનેક વીડિયો અને તસવીરો વાઇરલ થઈ રહ્યા છે. તે પૈકી એક તસવીરમાં પીએમ મોદીએ તેમના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG) કમાન્ડો સાથે પારંપારિક ધોતિયું પહેરીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો એવો દાવો આ તસવીરમાં કરવામાં આવ્યો છે.

તસવીરમાં કરવામાં આવેલો દાવો કેટલો સાચો છે એ બાબતે કઈ કહી શકાય નહીં, પણ ફક્ત એસપીજીના કમાન્ડો જ પીએમ મોદીના અટલા નજીક જાઈ શકે છે, એવી ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. તસવીરમાં પીએમ મોદીની આસપાસ ધોતયુ પહેરેલા લોકો દેખાઈ રહ્યા છે જે એસપીસી કમાન્ડો છે, એવું કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ તસવીરમાં મોદીની આગળ અને પાછળ ધોતયુ પહેરીની તેમને પ્રોટેક્ટ કરતાં હોય એવું જણાઈ રહ્યું છે.

પીએમ મોદીનો આ તસવીર કેરળના ત્રિશૂર જિલ્લાના ગુરુવાયુર મંદિરની છે. આ મંદિરની પરંપરા મુજબ દરેક પુરુષે ધોતયુ પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો પડે છે. જેથી પીએમ મોદીએ મંદિરના નિયમનું પાલન કરી ધોતી પહેરીને ગયા હતા, તેમ જ તેમની સાથે રહેતા એસપીજી કમાન્ડો પણ ધોતી ધારણ કરી ચાલતા દેખાઈ રહ્યા છે.

મંદિરમાં વડા પ્રધાનની સુરક્ષા માટે જે પ્રકારે મોદીને ઘેરાવ કરવામાં આવ્યો છે, એને જોઈને મોદીની આસપાસ દેખાઈ રહેલા લોકો એસપીજી કમાન્ડો જ છે એવું સોશિયલ મીડિયા પર કહેવામાં આવ્યું છે. બુધવારે પીએમ મોદી મંદિરમાં પુજા કરી હતી. તસવીરમાં પીએમ મોદીએ પુજા દરમિયાન પારંપારિક પોશાખ ધોતી અને શાલ પહેરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button