ટોપ ન્યૂઝસ્પોર્ટસ

બીસીસીઆઇને આઇપીએલના એક જ કૉન્ટ્રૅક્ટથી થશે 2500 કરોડ રૂપિયાની રેકૉર્ડ-બ્રેક કમાણી

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 17મી સીઝનને આડે હવે ભારતની માત્ર એક સિરીઝ બાકી રહી છે અને એ પૂરી થયા પછી ક્રિકેટજગતની આ સૌથી લોકપ્રિય લીગ ટૂર્નામેન્ટની સાથે ફરી ટાટા કંપનીનું નામ લેવાશે, કારણકે દેશના ટોચના કોર્પોરેટ જૂથમાં ગણાતા ટાટા ગ્રૂપે આઇપીએલ સાથેનો ટાઇટલ સ્પૉન્સરશિપને લગતો કૉન્ટ્રૅક્ટ 2028ની સાલ સુધી લંબાવ્યો છે.

2024થી 2028 સુધીના પાંચ વર્ષના નવા કરાર હેઠળ ટાટા ગ્રુપ દ્વારા કુલ 2500 કરોડ રૂપિયા મળશે, એવું બીસીસીઆઇની યાદીમાં જણાવાયું છે. આઇપીએલના ઇતિહાસમાં સ્પૉન્સરશિપની આ હાઇએસ્ટ રકમ છે. ટાટા ગ્રૂપ 2022 તથા 2023માં પણ આઇપીએલનું ટાઇટલ સ્પૉન્સર હતું તેમ જ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)નું પણ ટાઇટલ સ્પૉન્સર છે.

આઇપીએલના ચૅરમૅન અરુણ સિંહ ધુમાલે કહ્યું છે કે ‘ટાટા ગ્રુપ તરફથી આવતા પાંચ વર્ષની આઇપીએલની ટાઇટલ સ્પૉન્સરશિપ માટે મળનારી 2500 કરોડ રૂપિયાની રકમ ખેલજગતમાં આઇપીએલનું જે મૂલ્ય છે એનું પ્રતિબિંબ પાડે છે.
2018થી 2022ની સાલ માટે ચીનની વિવો કંપનીએ ટાઇટલ સ્પૉન્સરશિપ માટે જે રકમ ચૂકવી હતી એની સરખામણીમાં ટાટા ગ્રુપનું પાંચ વર્ષનું નવું બિડ 13.7 ટકાનો વધારો દર્શાવે છે.

2024ની આઇપીએલ બાવીસમી માર્ચથી મે મહિનાના અંત સુધી રમાશે. ત્યાર પછી પહેલી જૂને મેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button