આપણું ગુજરાતનેશનલ

Rammandir: દિવાળી કરતા પણ વધારે વેપાર થયો આ વેપારીઓનો

અમદાવાદઃ સમગ્ર દેશ જ નહીં વિશ્વમાં અયોધ્યા ખાતે નિર્માણ પામલે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમ ચાલી રહી છે. દેશના દરેક ખૂણામાંથી કંઈકને કંઈ કાર્યક્રમોની ખબરો આવતી રહે છે. ઘરે ઘરે અને સોસાયટીઓમાં પણ 22મી જાન્યુઆરીના દિવસની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે.

અમુક જગ્યાએ બજારોમાં અડધી રજા તો અમુક જગ્યાએ આખી બજાર શણગારી ભગવાનના મંદિરમાં આગમનને ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે. આ બધા વચ્ચે વેપારીઓ પણ ધૂમ કમાણી કરી રહ્યા છે. દિવાળી કરતા વધારે સામાન લોકો ખરીદી રહ્યા છે. ખાસ કરીને ઈલેક્ટ્રીક્લ ડેકોરેશન અને મીઠાઈના વેપારીઓને ભગવાન રામ ફળ્યા છે.

ઘરને કે સોસાયટી કે ઓફિસને શણગારવા માટે લાઈટ્સ અને ખાસ કરીને દિવડાનું ધોમ વેચાણ થઈ રહ્યું છે. તો બીજી બાજુ ખજૂર, ડ્રાયફ્રૂટ અને માવાની મીઠાઈના સેંકડો ઓર્ડર મળી રહ્યા છે. માગને ધ્યાનમાં રાખી ભાવમાં પણ રૂ. 50થી 100નો વધારે થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

સુરતમાં કાપડના વેપારીઓને પણ આ ઉત્સવ ફળ્યો છે. ભગવાનના વસ્ત્રોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ભગવાનના વસ્ત્રોના વેચાણમાં 25 ટકાનો વધારો નોંધાયાનો અંદાજ છે. આગામી 22મી જાન્યુઆરીના પ્રસંગ માટે કાપડની માર્કેટમાં સારી એવી માંગ જોવાઈ રહી છે. એકાએક માંગ વધી જવાને કારણે વેપારીઓ પાસે માલ પણ ઘટ્યો છે.

ભગવાનના વાઘા અને મૂર્તિ પાછળ પડદા બનાવવા માટે કાપડની ડિમાન્ડ વધી છે. સુરત કાપડ માર્કેટમાં 150 જેટલા વેપારીઓ ધાર્મિક વસ્ત્રોનો વેપાર કરે છે. ભગવાન માટે ખાસ વેલવેટના વસ્ત્રોનું વેચાણ મોટા પાયે થયું છે. આ સાખે ખેસ, ઝંડા, માથા પર બાંધાવા આવતી રામનામની પટ્ટી વગેરેનું પણ ધોમ વેચાણ થઈ રહ્યું હોવાના અહેવાલો છે.

જય શ્રી રામ લખેલા અથવા રામમંદિરના ચિત્રવાળી વસ્તુઓની માગ છે, તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. ઓણ વરસ સારું જવાથી દિવાળીમાં અને લગ્નસરામાં સારી કમાણી થઈ છે ત્યારે હવે રામલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ વેપારીઓને ફળ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button