આપણું ગુજરાત

પડોશી પર હુમલો કરનારા શ્વાનના માલિકને એક વર્ષની જેલ

અમદાવાદઃ શહેરની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે એક ડોબરમેન બ્રીડના પાળતું શ્વાનના માલિકને એક વર્ષની જેલની સજા સંબાળાવી હતી. આ શ્વાન 2014માં પડોશમાં રહેતા અને વ્યક્તિ અને તેના ત્રણ સંતાનો પર હુમલો કરી તેને કરડી ખાધા હતા. કોર્ટે લિગસ સર્વિસ ઓથોરિટીને પીડિતોને વળતરપેટે નાણા ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.

ઘોડાસરમા રહેતા ભદ્રેશ નામના રહેવાસીએ ત્યાં ડોબરમેન શ્વાન પાળેલો છે. જેનું નામ તેણે શક્તિ રાખ્યું હતું. આ શ્વાને પડોશમા રહેતા અવિનાશ અને તેમના પુત્ર અને અન્ય બે બાળકો પર હુમલો કર્યો હતો અને તેમને ઈજા પહોંચાડી હતી. અવિનાશે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ભદ્રેશે પોતાના શ્વાનને બાંધી રાખ્યો ન હતો અને તેથી તેમના પર હુમલો થયો હતો. બાળકોને શક્તિ કરડ્યો અને તે બાદ અવિનાશ પર હુમલો કરતા અવિનાશ પડી ગયો હતો અને તેનો હાથ ભાંગ્યો હતો. મેટ્રોપોલિટન કોર્ટે ભ્રદ્રેશને 2020માં દોષી ઠેરવતા તેને એક વર્ષની જેલ 338ની કલમ હેઠળ અને કલમ 289 હેઠળ ત્રણ મહિનાની જેલ આપી હતી અને રૂ.1500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે સિટિ સેશન્સ કોર્ટમાં આ ચુકાદા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. સિટિ સેશન્ક કોર્ટે પણ શુક્રવારના રોજ તેમને એક વર્ષની જેલની સજા ફરમાવી હતી.

સોસાયટીમાં આવી આક્રમક પ્રજાતિના શ્વાન રાખવાથી રહેવાસીઓ, ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને ગભર્વતી મહિલાઓ માટે જોખમ રહે છે, તેની ફરિયાદીની દલીલને કોર્ટે સ્વીકારી હતી. કોર્ટે આરોપીને 30 દિવસમાં મેટ્રોપોલિટન કોર્ટમાં સરન્ડર થવાનો આદેશ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button