આમચી મુંબઈ

વિધાનસભ્યોનો ગેરલાયકાતનો મામલો: હાઈ કોર્ટે શિંદે જૂથની અરજીઓ પર મહારાષ્ટ્ર સ્પીકરને નોટિસ ફટકારી

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે બુધવારે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકર અને ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૪ વિધાનસભ્યોને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના દ્વારા વિધાનસભ્યોને ગેરલાયક ન ઠરાવવાના નાર્વેકરના આદેશને પડકારતી અરજીઓ પર નોટિસ પાઠવી હતી. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને ફિરદોશ પૂનીવાલાની ડિવિઝન બેન્ચે મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયને પણ નોટિસ જારી કરી હતી અને તમામ પ્રતિવાદીઓને પિટિશનમાં તેમની એફિડેવિટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો હતો. ખંડપીઠે આ મામલાની સુનાવણી આઠ ફેબ્રુઆરીના રોજ રાખી છે.

શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના મુખ્ય દંડક ભરત ગોગાવલે દ્વારા ૧૨ જાન્યુઆરીએ ૧૪ વિધાનસભ્યોે સામે દાખલ કરવામાં આવેલી અરજીઓમાં તે ૧૦ જાન્યુઆરીના સ્પીકર નાર્વેકર દ્વારા હરિફ છાવણીના વિધાનસભ્યોે વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓને ફગાવી દેવાના આદેશની ‘કાયદેસરતા, યોગ્યતા અને શુદ્ધતા’ ને પડકારી છે. ગોગાવલેએ સ્પીકરના આદેશને સકાયદામાં ખોટું’ જાહેર કરવા, તેને રદ કરવા અને ઠાકરે જૂથ – સેના (યુબીટી) ના તમામ ૧૪ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે હાઇ કોર્ટમાં માંગ કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, નવી પ્રથા મુજબ, દાખલ કરાયેલી તમામ બાબતોને એક-બે દિવસમાં સુનાવણી માટે લેવામાં આવશે.

અરજીઓમાં, ગોગાવલેએ જણાવ્યું હતું કે ત્રણ જુલાઈ, ૨૦૨૨ના રોજ, તેમણે ચાર જુલાઈ, ૨૦૨૨ના રોજ વિધાનસભામાં યોજાનાર વિશ્ર્વાસ પ્રસ્તાવ દરમિયાન શિંદે સરકારની તરફેણમાં મત આપવા માટે શિવસેનાના તમામ સભ્યોને વ્હિપ જારી કર્યો હતો. જો કે, ઉદ્ધવ ઠાકરેના ૧૪ વિધાનસભ્યોએ માત્ર વ્હીપનું ઉલ્લંઘન કર્યું ન હતું પણ સ્વેચ્છાએ તેમના કાર્યો અને અવગણના દ્વારા ‘શિવસેના રાજકીય પક્ષ’ ની સદસ્યતા પણ છોડી દીધી હતી. ઉપરાંત, ‘સ્પીકર દ્વારા પસાર કરાયેલ અંતિમ આદેશ ભૂલથી નિષ્કર્ષ પર આવે છે કે અરજદાર (ગોગાવલે) દ્વારા ઊભા કરાયેલા આધારો અરજદારના પક્ષે માત્ર આક્ષેપો અને નિવેદનો છે,’ પિટિશનમાં કહેવામાં આવ્યું છે. આ નિષ્કર્ષ દેખીતી રીતે ગેરકાયદેસર છે અને તેને ટકાવી ન શકાય, એમ તેણે ઉમેર્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button