લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.comપર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
तोंड કાંડું
बोट મોઢું
हनुवटी ઢીંચણ
मनगट હડપચી

गुडघा આંગળી

ઓળખાણ પડી?
એશિયાઈ પેરા ગેમ્સમાં લાજવાબ પરફોર્મન્સથી જગત આખાનું ધ્યાન ખેંચનારી એક પણ હાથ નહીં ધરાવતી વિશ્ર્વની એકમાત્ર મહિલા તીરંદાજની ઓળખાણ પડી?

અ) દીપિકા કુમારી બ) સિમરનજીત કૌર ક) મધુમિતા દેવી ડ) શીતલ દેવી

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ પુરુષના એકમાત્ર સગા કાકાના સસરાની એકમાત્ર પુત્રીના સાસુ એ પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.

અ) માસી બ) દાદી ક) નાની ડ) ફોઈ

જાણવા જેવું

શક્તિ ત્રણ પ્રકારની માનાય છે: (૧) ક્રિયાશક્તિ (પ્રાણાયામ), (૨) ઈચ્છાશક્તિ (મનોમય) અને (૩) જ્ઞાનશક્તિ (વિજ્ઞાનમય). બીજા મતે તે ઘણા પ્રકારની છે. જેમ કે, (૧) સ્મરણશક્તિ, (૨) ઈચ્છાશક્તિ, (૩) યાંત્રિકશક્તિ, (૪) વિદ્યુતશક્તિ, (૫) જલશક્તિ, (૬) વાયુશક્તિ, (૭) બાષ્પશક્તિ અને (૮) અશ્ર્વશક્તિ. સામર્થ્ય, બળ, જોર, તાકાત એના પર્યાયવાચી શબ્દો છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં એક બીમારી સંતાઈને બેઠી છે એ શોધી કાઢો જોઉં.

છાતીમાં વસેલો છું તોય ખોવાઈ ગયેલો કાગળ છું.

નોંધી રાખો

માળી દરરોજ છોડને પાણી પાય છે, પણ એના પર ફળ તો એનો સમય થાય ત્યારે જ આવે છે. સાચી દિશામાં મહેનત કરો, ધીરજ રાખો. પોતાના સમયે પરિણામ મળી જશે.

માઈન્ડ ગેમ
બટરફ્લાય, બેકસ્ટ્રોક, ફ્રીસ્ટાઇલ વિભાગ ધરાવતી સ્પર્ધા શેની સાથે સંબંધ ધરાવે છે એ આપેલા વિકલ્પમાંથી યાદશક્તિને કસી કહી શકશો?

અ) બોક્સિંગ ૨) સ્વિમિંગ ૩) રેસલિંગ ૪) બેઝબોલ

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
उशी ઓશીકું
उशीर મોડું
उष्टा એઠું
उजवा જમણું

उचकी હેડકી

ગુજરાત મોરી મોરી રે

સસરા

ઓળખાણ પડી?

ફાતિમા બીબી

માઈન્ડ ગેમ

યુએસએ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો

નાવ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) ખુશરૂ કાપડિયા (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) લજિતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) જ્યોતિ ખાંડવાલા (૧૫) અતુલ જે. શેઠ (૧૬) નંદકિશોર સંજાણવાળા (૧૭) મહેન્દ્ર શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) નિખિલ બંગાળી (૨૦) અમીશી બંગાળી (૨૧) હર્ષા મહેતા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) ભાવના કર્વે (૨૪) શીરીન ઔરંગાબાદવાલા (૨૫) અબદુલ્લા એફ. મુનીમ (૨૬) કલ્પના આશર (૨૭) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૮) મહેશ દોશી (૨૯) અંજુ ટોલિયા (૩૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૧) દિલીપ પરીખ (૩૨) રજનીકાંત પટવા (૩૩) સુનીતા પટવા (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) જયવંત પદમશી ચિખલ (૩૬) નિતીન બજરિયા (૩૭) પુષ્પા ખોના (૩૮) સુરેખા દેસાઈ (૩૯) દેવેન્દ્ર સંપટ (૪૦) અરવિંદ કામદાર (૪૧) જગદીશ ઠક્કર (૪૨) જ્યોત્સના ગાંધી (૪૩) ઈનાક્ષીબેન દલાલ (૪૪) હિનાબેન દલાલ (૪૫) રમેશ દલાલ (૪૬) નયના ગિરીશ મિસ્ત્રી (૪૭) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button