ઈન્ટરવલ

ભારતના ઈતિહાસની ગવાહી પૂરતો”આગરાનો કિલો

તસવીરની આરપાર -ભાટી એન.

“ભારતમાં ઐતિહાસિક વૈવિધ્યપૂર્ણ ‘લેજન્ડ’ કિલો કિયો? જગમશહૂર કિલામાં 1 ‘N’ ONLY આગરાનો કિલો મહિમાવંત ગણી શકાય. વિશ્ર્વની સાત અજાયબીમાં આગરાનો ‘તાજમહલ’ છે. પણ આઠમી અજાયબી આગરાનો કિલો જ છે! આગરાની આન, બાન, શાન, તાજમહલને કિલો છે.

દેશ-વિદેશના પ્રવાસીઓને બન્ને મુસ્લિમ સ્થાપત્ય પ્રત્યે ગુરુત્વાકર્ષણ અડાબીડ રહ્યું છે. આગરાના કિલાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઉટસ્ટેન્ડિંગ છે. એક્ચ્યુઅલી લાજવાબ કિલાની છબીકળાને ઈતિહાસને બાજનઝરે વાંચીશું તો ભારતની ત્વારિખોને જાહોજલાલીથી ઈમ્પ્રેસ અચૂક થશોજ.

આગરાનો કિલો ભારતના બધાજ કિલામાં સર્વાધિક મહત્ત્વપૂર્ણ છે. બાબર,
હુમાયૂ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ જેવા મુગલ સમ્રાટ અહિયા રહ્યા છે! ને આખા દેશનું શાસન પણ કરેલ. આજ કિલામાં મોટો ખજાનોની
ટંક્શા હતી, અહીં વિદેશી રાજદૂત, યાત્રી આવ્યાને બધાએ મધ્યકાલીન ઈતિહાસના નિર્માણમાં પોતાનું યથાયોગ્ય દાન આપ્યું. આ કિલો ભારતના બધા કિલાથી અલગ તરી આવે છે.

આ કિલો પ્રાચીન અવશેષ છે. જે ઠીક યમુના નદીના કિનારે બનેલ છે. આ કિલો ઈંટોથી બનાવેલ હતો ને ચૌહાણ રાજપૂતોનો અધિકાર હતો, આ કિલાનો પ્રથમ ઉલ્લેખ ૧૦૮૦ ઈ.માં થયો હતો ત્યારે ગજનીની એક સેનાએ કિલાને જીત્યો હતો. સિકંદર લોદીએ (૧૪૮૭-૧૫૧૭)માં દિલ્હીના પ્રથમ સુલ્તાન હતા જે આગરા આવ્યા ને કિલામાં રહ્યા હતા. અહીંથી દેશનું શાસન ધૂરા સંભાળી હતી. અને આગરાને બીજી રાજધાનીનું મહત્ત્વ મળી ગયું હતું. ૧૫૧૭માં તેમનું અવસાન થયું ને ૮ વર્ષ સુધી તેના પુત્ર ઈબ્રાહિમ લોદીના તાબામાં રહ્યું. ૧૫૨૬માં પાણીપતના યુદ્ધમાં ઈબ્રાહિમ લોદી હારી ગયો ને માર્યો ગયો. લોદીકાળમાં કિલામાં મહેલને મસ્જિદ બનાવવામાં આવી હતી.

પાણીપતના યુદ્ધ પછી મોગલોએ આગરાના કિલા અને વિશાળ ખજાના ઉપર અધિકાર જમાવી લીધો, આજ ખજાનામાં અમૂલ્ય હીરા પણ હતા!, તેને ‘કોહિનૂર’નું બિરૂદ આપવામાં આવ્યું હતું. બાબર કિલામાં ઈબ્રાહિમના મહેલમાં રહ્યા ને ત્યાં ‘વાવ’ પણ બનાવી ને ૧૫૩૦માં બાબરનું મૃત્યુ થયું ને હુમાયૂનો રાજ્યાભિષેક થયો, ને ૧૫૩૮માં ‘ચૌસા’નું યુદ્ધ હારી ગયા બાદ હૂમાયૂ પુન: આગરા આવી ગયા. અહીં તેમને નિજામ મિશ્તીએ ડુબતા બચાવ્યા હતા. તેના ઉપકારના લીધે હુમાયૂએ અડધા દિવસ માટે ગાદી ઉપર બેસાડેલ. નિજામે ચામડાના સિક્કા ચલણમાં મૂક્યા હતા. ૧૫૪૦માં ‘બિલગ્રામ’માં હુમાયૂ હારી ગયા ને પાંચ વર્ષ સુધી કિલો શેરશાહના અધિકારમાં રહ્યો. અન્તમાં મોગલોએ અફઘાનોને ૧૫૫૬માં પાણીપતના યુદ્ધમાં ગંભીર રીતે હરાવી દીધા.

અકબર ભારતના ઈતિહાસમાં મહાનતમ શાસક હતા. તેણે આગરાની કેન્દ્રીય સ્થિતિનું માહાત્મ્ય સમજીને રાજધાની બનાવવાનો નિર્ણય કર્યો. ૧૫૫૮માં આગરા આવી ગયા. તેને ઈતિહાસકાર અબુલ ફજલે લખ્યું છે કે આ કિલો ઈંટોથી બનાવવામાં આવ્યો હતો. તે તેને “બાદલગઢ નામથી ઓળખવામાં આવતો હતો. આ કિલો જર્જરિત હાલતમાં હતો તેને અકબરે લાલ પથ્થરથી બનાવવાનો હુકમ આપ્યો હતો. કુશળ કારીગરોએ માસ્ટર માઈન્ડ વાપરી કોઈ જફા ન થવા દઈને મૂળ સ્વરૂપમાં જ કિલાને બનાવેલ. અંદર ઈંટો ને ચૂનો વાપરી બહારના
ભાગે લાલ પથ્થર લગાવવામાં આવ્યા. ૪૦૦૦ કુશળ કારીગરોએ પ્રતિદિવસ કામ કરી ૮ વર્ષ (૧૫૬૫-૧૫૭૩ ઈ.) સુધીમાં કિલાનું કામ પૂર્ણ થયુ હતું.

આ કિલો અર્ધવર્તુળાકાર છે. જેની સમરેખા નદીની સમાંતર છે. આ કિલાની દીવાલ ૭૦ ફૂટ ઊંચી છે. કિલામાં સરસ જાળી, ગુંબજ, કાંગરા ઉપર તોયો રાખવામાં આવી છે તે સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે. ચારે બાજુ ચાર દરવાજા છે એક “ખીજી દરવાજો નદી તરફ છે. ત્યાં સુંદર ઘાટ પણ બનાવેલ છે. અબુલ ફજલ લખે છે કે આમાં બંગાળ અને ગુજરાતની સુંદર ડિઝાઈનોમાં ૫૦૦ ઈમારતો બનાવેલ તેમાંની ઘણી ખરી ઈમારતો હાલમાં નથી. ઘણી ઈમારતોને શાહજહાંએ પાડીને તેની જગ્યાએ શ્ર્વેત સંગેમરમરના મહેલ બનાવ્યા પણ ઘણા ખરાને ૧૮૦૩ ંથી ૧૮૬૨ સુધીમાં અંગ્રેજોએ પાડી દીધા! તેની સામગ્રીમાંથી બૈરક બનાવી તેમાંથી લગભગ ૩૦ મુગલ ઈમારતો નદીની દક્ષિણ-પૂર્વ તરફ બચી ગઈ તેમાં “દિલ્દી દરવાજો અને “અકબર દરવાજો અને બંગાલી મહલ જે અકબરની પ્રતિનિધિ ઈમારતો હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો…