મહાબળેશ્વર કરતાં નાશિક વધારે ઠંડુગાર, 24 કલાકમાં તાપમાન 7.8 ડિગ્રી પહોંચ્યું
નાશિક: દેશમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, પણ જાન્યુઆરી મહિનો અડધો પૂર્ણ થઈ ગયો તેમ છતાં મુંબઈગરાઓ (Mumbai Temperature) હજી સુધી ઠંડીથી વંચિત રહ્યા છે. ગયા 24 કલાકમાં નાશિકમાં પારો 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો હતો. જે આ વર્ષનું સૌથી ઓછું હતું. તેમ જ જળગાવમાં રાજ્યનું સૌથી ઓછું 7.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું.
ભારતના હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રમાં ગયા અઠવાડીયામાં ઠંડીના વધારો થવાનો અંદાજ આપવામાં આવ્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સોમવારે નાશિકનું તાપમાન 11.1 ડિગ્રી જેટલું નોંધવામાં આવ્યું હતું, અને ત્યારબાદ મંગળવારે તાપમાન 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. શિયાળામાં પહેલી જ વખત નાશિકનું ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીના નીચે નોંધવામાં આવ્યું હતું.
આ વર્ષે નાશિકમાં તાપમાન મહાબળેશ્વર કરતાં પણ ઓછું નોંધાયું હતું. નાશિકમાં તાપમાન 9.8 ડિગ્રી પહોચતા શહેરમાં લોકો વહેલી સવારે અને સાંજે શૉલ, સ્વેટર અને કાનટોપી જેવા ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા જોવા મળી રહયા છે. આ સાથે અનેક લોકોએ નાશિકની ગુલાબી ઠંડીમાં તાપણું પણ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
મહાબળેશ્વરમાં આ મંગલવારે 14.7 ડિગ્રી તાપમાનની નોંધ કરવામાં આવી હતી. આ સાથે નાશિકમાં તાપમાનનો પારો ઘસરતા શહેરમાં ગરમ કાપડની માગણીમાં વધારો આવ્યો છે. નાશિકમાં થોડા દિવસ પહેલા વાદળી હવામાન હતું અને તાપમાન 17.7 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. જોકે એક અઠવાડીયાની અંદર તાપમાનમાં આટલી મોટી ઘસરણ નોંધાતા નાશિકના લોકોને ઠંડીનો આનંદ માણી રહ્યા છે.