સૂર્ય ગ્રહની આરાધના વત્તા દાન ઉતમ…
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહના ગ્રહમંડળમાં રાજાદી ગ્રહ…
સૂર્ય મકર રાશિમાં..
મંગળ ધન રાશિ
બુધ વૃશ્ચિક રાશિ
ગુ મેષ રાશિ
શુક્ર વૃશ્ચિક રાશિ
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે.
પોષ માસ ચાલતો હોવાથી આરોગ્ય માટે સૂર્ય ગ્રહની ઉપાસનાની સાથે આરાધના તેમજ દાન કરવું ઉત્તમ.
દર રવિવારે આદિત્ય નારાયણ સ્તોત્ર કરવો ફાયદકારક્…લાંબા સમયથી અસાધ્ય રોગોથી પીડિત વ્યક્તિએ રવિવારે બ્રાહ્મણને ઘઉંનું દાન કરવું અતિ ઉત્તમ.
ઉત્તરાયણ પૂરું થવાથી ઠંડા પવન ઓછો થતાં ઠંડી ઓછી થઈ જશે, છતાં રોગીષ્ટ તેમજ સિનિયર સિટીઝન વર્ગે ઠંડા પાણીએ સ્નાન કરવું નહીં..
મહિલા વર્ગે તાવ-શરદી સાથે ગળાને લગતી બીમારીઓથી કાળજી રાખવી . કોરોનાનો ડર રાખશો નહીં. ઘર- ઓફિસમાં સ્વચ્છતા જાળવવી. બાળકને ભીડ-ભાડવાળી જગ્યાએ લઈ જવા નહીં. ઘી-અડદ- ગોળ-તલને લગતી તમામ ચીજ -વસ્તુ ખાવી આરોગ્ય માટે ઉપકારક. .સવારના સમયે નમક-મીઠાં સાથે હૂંફાળા પાણીના કોગળા કરવા…
(1) મેષ (અ,લ,ઇ): આ સપ્તાહ આરોગ્ય માટે સાનુકૂળ રહેશે.
મોડી રાત્રિએ ઊંઘ આવવાની ફરિયાદ રહે.રાતે ઝબકી જવાની ફરિયાદ રહે.ઓચિંતા આંખોમાં બળતરા સંભવ.નિત્ય પૂજા-પાઠનો સમય વધારશો સાથે નવગ્રહના મંત્રજાપ પણ કરવા.
(2)વૃષભ (બ,વ,ઉ): ગેસ-એસિડિટીની તકલીફ વધી શકે.સાધારણ માથું દુખવાની શક્યતા.શક્ય હોય તો ગામતરા ટાળવા તેમજ બજા નાસ્તો કરવો નહીં. સંધ્યા સમયે શનિ ગ્રહના મંત્ર જપ નિત્ય કરવા.
(3) મિથુન (ક,છ,ઘ): શારીરિક અશક્તિ વધુ જણાય.બી.પી.ની સમસ્યા હોય તો વધી શકે.નવગ્રહ મૂર્તિના દર્શન ઉત્તમ.ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરશો.
(4) કર્ક (હ,ડ):- વારંવાર છાતીમાં કફ ભરાઇ જવાની સંભાવના. ચશ્માના નંબરમાં વધઘટ થવાની શક્યતા.ચંદ્ર ગ્રહના જાપ સાથે શિવલિંગ પર જળાભિષેક કરશો.
(5)સિંહ (મ,ટ): છાતીમાં ઠંડી લાગવાથી તાવ આવી શકે.બી.પી.ની સમસ્યાઓ હોય તો વધી શકે.માનસિક ભય-ચિંતાને કારણે ઊંઘ હરામ થાય.નિત્ય સૂર્ય ગ્રહના જાપ સાથે ગાયત્રીમંત્રનું સ્મરણ કરવું .
(6) ક્નયા (પ,ઠ,ણ): પિચોટી ખસવાની સંભાવના. થાઇરોડની સમસ્યા હોય તો રાહત થઈ શકે.તુલસીના પાન નિત્ય ખાવા.નિત્ય શિવલિંગના દર્શન કરશો.નિયમિત પૂજા કરવી.
(7) તુલા (ર,ત ): આ સપ્તાહ આરોગ્ય માટે મિશ્ર બની રહેશે.સપ્તાહના અંતે શારીરિક અશક્તિ જણાય. સમયસર ઊંઘ ન આવવાની ફરિયાદ વધે. ગરીબોને યથાશક્તિ મદદ કરશો.ગરીબો વચ્ચે તાજા ફળ વહેંચશો.
(8)વૃશ્ચિક (ન,ય): સાયનસની તકલીફ વધે. હરસ-મસાની તકલીફ ન હોવા છતાં માનસિક લાગે.વહેલી સવારે ગૂગળનો ધૂપ કરશો.મહાકાલી કે કુલદેવીનો મંત્ર જાપ કરશો.
(9) ધન (ભ,ધ,ફ,ઢ): ડાયાબિટીસની સમસ્યાઓ વધી શકે. વજન વધવાની શક્યતા. ગરીબોને કપડાંનું દાન કરશો. શુદ્ધ ઘીનો દીપક સાથે ઇષ્ટદેવનું સ્મરણ કરશો.
(10)મકર (ખ,જ): ગેેસની તકલીફ વધી શકે. પેટ ભારે ભારે લાગે.ગરીબોને યથાશક્તિ મદદ કરશો.હનુમાન ચાલીસાનો પાઠ કરશો.
(11)કુંભ (ગ,શ,સ): સંધિવાની તકલીફ હશે તો યથાવત રહેશે.ગુદાના ભાગે સોજો આવી શકે. કઠણ તેમજ વાસી ખોરાક ખાવો નહીં.પીપળના ઝાડે નિત્ય દર્શન કરીને પ્રદક્ષિણા કરશો.હનુમાનજીના દર્શન ઉત્તમ.
(12)મીન (દ,ચ,ઝ,થ): અકારણ અપચો થવાની સંભાવના. ચામડીને લગતી તકલીફ હોય તો વધી શકે.કોટનના કપડા પહેરશો. નિત્ય ઈષ્ટદેવનું સ્મરણ વધારે સમય કરશો. જરૂરિયાત વાળી વ્યક્તિને જૂનાં વસ્ત્રો- સ્વેટર-મફલર ધાબલા આપવાથી છુપા આશીર્વાદ મળશે.બાહ્મણને તલનું દાન ઉત્તમ.નિત્ય મહાદેવજીના દર્શન સાથે શિવલિંગ પર જળાભિષેક કરશો તથા `ઓમ નમ: શિવાય’ના મંત્ર જાપ કરશો તેનાથી શારીરિક કષ્ટ દૂર થશે. ઉ