પ્રભુ રામના પગલે 20 વર્ષ બાદ થયું દાદી અને પૌત્રનું મિલન…
દરભંગા: અયોધ્યામાં પ્રભુરામના શુભ પગલે ઘણા લોકોએ વર્ષો પછી પોતાની બાધાઓ તોડી છે તો ઘણા લોકોએ પોતાની વ્રત પૂરા કર્યા છે. આવી જ એક ઘટના બની દરભંગામાં જ્યાં લગભગ 20 વર્ષ બાદ એક પૌત્ર તેમની દાદીને પ્રભુ રામના અક્ષત આપવા ગયો ત્યારે મળ્યો. અહી હું વાત કરું છું દરભંગા મહારાજ અને સ્વ. સર કામેશ્વર સિંહજીના પત્ની મહારાણી કામસુંદરી દેવી અને તોમના પૌત્રની.
મહારાજ રામેશ્વર સિંહના પૌત્ર કુમાર કપિલેશ્વર સિંહ અને તેમની પત્ની અને પુત્રને રામજન્મભૂમિ ન્યાસ સમિતિ અને આરઆરએસ દ્વારા શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સમગ્ર બિહારમાં આ પ્રથમ વ્યક્તિ છે જેને તેના સમગ્ર પરિવાર સાથે પ્રાણ પ્રતિષ્ઠામાં આવવાનું કહેવામાં આવ્યું છે.
આ આમંત્રણ પત્ર મળ્યા બાદ કપિલેશ્વર સિંહ તેમના દાદી જ્યાં રહેતા હતા ત્યાં કલ્યાણી નિવાસ ગયા અને લગભગ 20 વર્ષ પછી દરભંગા મહારાજ શ્રી સ્વ. સર કામેશ્વર સિંહજીના પત્ની એટલે કે તેમની દાદી મહારાણી કામસુંદરી દેવી પાસેથી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે તેમની દાદી પણ તેમના પૌત્રને મળીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. બંને પરિવારો વચ્ચે તણાવના કારણે છેલ્લા 20 વર્ષથી એકબીજાને મળ્યા નહોતા ત્યારે પૌત્રને જોઈને દાદી ભાવુક થઈ ગયા હતા.
કપિલેશ્વર સિંહે જણાવ્યું હતું કે ભગવાન રામની કૃપાથી જ અમે આજે ફરી મળ્યા શક્યા છીએ નહિતો ખબર નહી આ જનમ આ જ રીતે નીકળી જતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે તેમના પરિવાર સાથે આમંત્રણ મળ્યું છે, તે તેમના માટે ખૂબજ ખુશીની વાત છે.
અને આ બધું આપણા પૂર્વજો દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોને કારણે થયું છે. આજે જ્યારે મને અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેકમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું ત્યારે હું મારી જાતને રોકી ન શક્યો અને મેં કલ્યાણી નિવાસ જઈને મારી દાદીના આશીર્વાદ લીધા હતા.