મહિલાએ શાળા માટે કરોડોની જમીન આપી દાનમાં, સીએમ એમકે સ્ટાલિને કહી આ મોટી વાત…
ચેન્નઈ: તમિલનાડુના મદુરાઈમાં એક બેંકમાં કામ કરતી એક મહિલા ક્લાર્કે સરકારી શાળા માટે પોતાની કરોડોની કિંમતની જમીન દાનમાં આપી દીધી છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને મહિલાના આ કાર્યની પ્રશંસા કરી હતી. તેમજ મહિલાને ગણતંત્ર દિવસે સીએમ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત પણ કરી હતી.
આઈ પુરાનમ અમ્મલ નામની એક મહિલા નેશનલ બેંકમાં ક્લાર્ક તરીકે કામ કરે છે. તેમણે કોઈ જગ્યાએ એથી એ જાણવા મળ્યું હતું કે કોડીકુલમની સરકારી શાળામાં ઉચ્ચ માધ્યમિક વિભાગ શરૂ કરવા માટે જમીનની જરૂર છે. પુરામને તરત જ તેમની 1 એકરની જમીન દાનમાં આપવાનું નક્કી કર્યું. તે જમીનની હાલમાં અંદાજિત કિંમત 7.5 કરોડ રૂપિયા છે. તેમ છતાં તેમણે બાળકોના ભવિશ્ય વિશે વિચાર્યું અને પુરાનમ જમીન રજીસ્ટ્રાર પાસે ગઈ અને શાળાના નામે જમીનની નોંધણી કરાવી હતી.
અને ત્યારબાદ પુરાનમે તમામ દસ્તાવેજો મુખ્ય શિક્ષણ અધિકારીને સોંપી દીધા હતા. બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે એક મહિલાએ તેની કરોડાની જમીન દાન કરી છે તે બાબત સાંભળીને CPM સાંસદ સુ વેંકટેશન પુરાનમને મળવા પહોંચ્યા અને વ્યક્તિગત રીતે તેમનો આભાર માન્યો હતો. સાંસદ સુ વેંકટેસને એમ પણ કહ્યું હતું કે આજના સમયમાં મોટાભાગે એવા જ લોકો છે જેમને ફક્ત લેવું જ હોય છે પરંતુ કોઈની મદદદ કરવાની અને આપવાની ઈચ્છા બહુ ઓછા લોકોમાં જોવા મળે છે.
આ ઉપરાંત પુરાનમે શિક્ષણ વિભાગને આ જમીન આપી એ વાત વાઈરલ થતાની સાથે જ સીએમ એમકે સ્ટાલિને તેમના આ કામની પ્રશંસા કરી અને જાહેર કર્યું હતું કે તેને ગણતંત્ર દિવસ પર સીએમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે એક પોસ્ટ શેર કરીને એવું પણ લખ્યું હતું કે પુરામનના આ કાર્યથી હજારો બાળકોને લાભ થશે.