આપણું ગુજરાત

રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી ડ્રો બાબતે ભાજપની પીછેહઠ – ભાનુબેન સોરાણી.

ડ્રો પ્રક્રિયામાં કોંગ્રેસને આમંત્રણ ન આપી ભાજપે ડરપોક માનસિકતા છતી કરી. – મકબુલભાઈ દાઉદાણી

રાજકોટ મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી અને કોર્પોરેટર શ્રી મકબુલભાઈ દાઉદાણીએ જણાવ્યું છે કે તા.૧૧/૦૧/૨૦૨૪ના રોજ જનરલ બોર્ડમાં પ્રશ્નો મુકવા અંગે ભાજપ પક્ષે વિપક્ષના સવાલોથી ડરી ગયેલી ડરપોક માનસિકતા છતી કરી છે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી નયનાબેન પેઢડીયાની અધ્યક્ષતામાં આગામી તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ મળનાર રાજકોટ મહાનગરપાલિકાના સમગ્ર સભાની દ્વિ માસિક મીટીંગ નો એજન્ડા તા.૧૦/૦૧/૨૦૨૪ થી મ્યુનીસીપલ સેક્રેટરી એ સહી કરી એજન્ડા બહાર પાડવામાં આવેલ હોય ત્યારે લોકોને સ્પર્શતા, લોકોના પ્રશ્નો, જનતાના પ્રશ્નો, સામાન્ય નાગરિકોના લોક મુખે ચર્ચીત થઇ રહેલા પ્રશ્નો વગેરે જેવી બાબતો કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો દરેક જનરલ બોર્ડમાં સામાન્ય નાગરિકોને સ્પર્શતા મુદ્દાઓ ઉઠાવી મનપાના કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા અને કામે લગાડવા અને લોક પ્રશ્નોનો ઉકેલ લાવવા સતત કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો કાર્યરત હોય છે.

શ્રી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે ગત જનરલ બોર્ડમાં સર્વેશ્વર ચોક વોકળો ધરાશાયી થયાના પ્રશ્ને ભાજપને અને મનપાના તંત્રને ભીસમાં લીધા હતા.તેમજ કરોડો રૂપિયાના જમીનના ગોટાળા અને રોગચાળા અંગેના પ્રશ્ને ભાજપના શાસકો અને મનપાના અધિકારીઓની બોલતી બંધ થઇ જાય તેવા ધારદાર લોકપ્રશ્નો ઉઠાવ્યા હતા. આથી ભાજપના શાસકો અને અધિકારીઓને ભીંસ પડી હતી.

આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરીના સવાલો ઉઠતા પોલીસ ફરિયાદ અને નક્કર કામગીરી કરવાની ફરજ પડી હતી.ત્યારે વિવિધ શાખાઓ અને વિભાગોમાં લોકપ્રશ્ને ધીમે ધીમે કામગીરી થઇ રહી હોય અને ભાજપ પક્ષના નવા બેઠેલા શાસકોની તંત્ર ઉપર પકડ ન હોવાથી અને અણઆવડતના કારણે હાઈ કમાન્ડના ઠપકા પણ સંભાળવા પડ્યા છે તેવું લોકોના માધ્યમથી જાણવા મળેલ છે, આવો બનાવ બીજી વખત ન બને તે માટે ભાજપે મ્યુનીસીપલ સેક્રેટરીના ખભ્ભે બંધુક રાખી ફાયરીંગ કર્યું છે.અને આ બાબતે બલિનું નારિયેળ સેક્રેટરીને બનાવ્યા હોય તેવું અમોને લાગી રહ્યું છે.

જનરલ બોર્ડમાં પ્રશ્નો મુકવા બાબતે માજી મેયર શ્રી જનકભાઈ કોટકના શાસનકાળમાં પ્રશ્નોતરી સ્વીકારવા સર્વાનુમતે ડ્રો સીસ્ટમ કરવામાં આવેલ હતો તેમજ આ પ્રથા પૂર્વ મેયર શ્રી પ્રદિપભાઈ ડવ સુધી ચાલુ રહી છે.આમાં ક્યાંકને ક્યાંક ભાજપનો જુથવાદ પણ દેખાઈ રહ્યો છે.તેમજ રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી એજન્ડા નીકળ્યા બાદ બંને પક્ષના કાર્યાલયમાં જાણ કરવામાં આવતી અને એજન્ડાની નકલ મોકલવાની પ્રથા હતી.તેમજ તંદુરસ્ત લોકશાહી પ્રણાલી ચાલી રહી હતી, આ બનાવ પાછળ ક્યાંક શાસકોની અણઆવડત, તંત્ર ઉપર પકડ ન હોય, અધિકારી રાજ, ડરપોક માનસિકતા વગેરે જેવા લક્ષણો રાજકોટની ભારતીય જનતા પાર્ટીએ છતાં કર્યા છે હવે આગામી જનરલબોર્ડમાં ભાજપના આ કારસ્તાનના ઘેરા પ્રત્યાઘાત પડશે. તેવું ભાનુબેન સોરાણી અને મકબુલભાઈ દાઉદાણી એ જણાવ્યું છે.

વધુમાં જણાવ્યું છે કે ગઈકાલે લોકોને સ્પર્શતા લોક પ્રશ્નો જનરલ બોર્ડમાં મુકેલ છે જેમાં…
શ્રીમતી ભાનુબેન સોરાણી દ્વારા પૂછવા માંગતા પ્રશ્નો.

  1. તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૧૦/૦૧/૨૦૨૪ સુધીમાં કુલ કેટલા જાહેરાત પ્રદર્શિત કરતા હોર્ડિંગ/પાટિયા/બોર્ડ/બેનર/ડીજીટલ સ્ક્રીન/એલ.ઈ.ડી. બોર્ડ/વિનાયલ/કિઓસ્ક વગેરે જેવા સમગ્ર રાજકોટમાં નવા ભળેલા વિસ્તારો સહિત ૧ થી ૧૮ વોર્ડમાં કુલ કેટલા?
    a. સંખ્યા કેટલી ?
    b. તેમાંથી કાયદેસર કેટલા ?
    c. ગેરકાયદેસર કેટલા ?
    d. મંજુરી વાળા કેટલા ?
    e. મંજુરી વગરના કેટલા ?
    f. વસુલાત કરવામાં આવતી હોય તેવા કેટલા ?
    g. ગેરકાયદેસર હોય તેમાં મંજુરી મળી શકે તેવા કેટલા ?
    h. પેનલ્ટીની વસુલાત કેવી રીતે ગણવાની થાય ?
    i. રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીને માતબર રકમની નુકશાન થયેલ જેના જવાબદાર કોણ ?
    j. તા.૦૧/૦૧/૨૦૧૬ થી ૧૦/૦૧/૨૦૨૪ સુધીમાં એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદેસર જાહેરાત પ્રદર્શિત કરનારને કેટલી નોટીસ ઈશ્યુ કરવામાં આવેલ છે ?
    k. મનપાની તિજોરીને ચૂનો લગાડનાર સામે કઈ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવાની હોય ? અને કઈ પ્રકારની કાર્યવાહી કરેલ છે ? જેની વિસ્તૃત માહિતી આપવી.
    ઉક્ત તમામ મુદ્દાઓની વિગતો સવિસ્તૃત નકલ સાથે જનરલ બોર્ડમાં માહિતી-જવાબ રજુ કરવા તેમજ જનરલબોર્ડમાં કોઈ શાખા કે શાખા અધિકારી ખોટી-અધુરી-ગેરમાર્ગે દોરનાર માહિતી આપે તો જવાબદાર ઉપર કઈ પ્રકારના પગલા લઈ શકાય તેની પણ માહિતી આપવી.
  2. વર્ષ ૨૦૨૩-૨૪નું કેટલું બજેટ મંજુર થયેલ ? જેમાંથી તા.૩૧/૧૨/૨૦૨૩ સુધીમાં કેટલું બજેટ વાપરવામાં આવેલ? તેમજ આ બજેટમાં બાંધકામ, વોટર વર્કસ, ડ્રેનેજ, આવાસ, ગાર્ડન, આરોગ્ય, સોલીડ વેસ્ટ, વિભાગને કેટલા મુડી કૃત કામો મંજુર કરવામાં આવેલ? આજદિન સુધી કેટલા શરુ કરવામાં આવેલ ? કેટલા પૂર્ણ કરવામાં આવેલ ? કેટલા ચાલુ છે ? કેટલા કામો કાગળ ઉપર છે? અને કેટલા કામો શરુ થયા નથી જેના કારણો આપવા.
  3. રાજકોટ મહાનગરપાલિકાની દરેક શાખા/વિભાગની છેલ્લા ૩(ત્રણ)માસની દૈનિક કામગીરીનો રીપોર્ટ આપવો જેમાં નાણાકીય ખર્ચ-વસુલાત, આવક-જાવક સહિતની વિગતો આપવી.
    શ્રી મકબુલભાઈ દાઉદાણી દ્વારા પુછાયેલ પ્રશ્નો
  4. છેલ્લા ૪ માસ દરમ્યાન કોરોનાના કેટલા ટેસ્ટીંગ કરવામાં આવ્યા ? કેટલા પોઝીટીવ કેસો આવ્યા ? જનઆરોગ્યની દરકાર લેવામાં રાજકોટ મહાનગરપાલિકાએ શું કાર્યવાહી કરેલ જેની વિગત આપવી.
  5. સ્માર્ટ સીટી બનાવવા છેલ્લી સમય મર્યાદા શું હતી ? (૧) આ કામ પાછળ માતબર રકમ ખર્ચવા છતાં કેમ કામ ઢીલું એટલે કે ગોકળગાયની ગતિએ થઇ રહ્યું છે ? (૨) સ્માર્ટસીટીના કામ પૂર્ણ થવાની છેલ્લી તારીખ જણાવવી, (૩) લોકાર્પણ કરવાની તારીખ જણાવવી, (૪) એજન્સીને મનપા દ્વારા કેટલી પેનલ્ટી આપવામાં આવી? અને કેટલી મુદ્દત આપવામાં આવી ? (૫) તેમજ કઈ એજન્સી સામે મનપા એ શું પગલા લીધા?.
  6. રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના અને સરકારશ્રીના કેટલા ખુલ્લા પ્લોટ છે ? જેમાં કેટલા પ્લોટમાં દબાણ થયેલ છે ? આ તમામ જમીનના માર્કેટ કિંમત શું ગણાય ? તમામ પ્લોટની એફ.પી. નંબર-સરનામાં સહિતની વિગતો આપવી, રીઝર્વેશન કેટલા-કયા હેતુના વગેરે સહિતની વિગત આપવી.
    ઉક્ત રાજકોટ શહેરના નગરજનોને સ્પર્શતા પ્રશ્નો રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરીને રજુ કરેલ છે આ પ્રશ્નોના જવાબ આગામી તા.૧૯/૦૧/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની વેબ સાઈટ ઉપર જોવા મળશે જે જાહેર જનતાને જાણ કરીએ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button