14 વર્ષની સૂર્યગાયત્રીની પ્રતિભાથી પ્રભાવિત થયા PM Narendra Modi, કહી દીધી આ વાત…
અત્યારે આખો દેશ રામમય થઈ ગયો છે અને દરેક વ્યક્તિ રામ લલ્લાને આવકારવા માટે ઉત્સાહ અને ઉમંગથી તૈયારીઓ કરી રહી છે. દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ સતત સોશિયલ મીડિયા પર રામની ભક્તિથી તરબતર ભજનો શેર કરી રહ્યા છે.
પહેલાં હરિહરન, જુબિન નોંટિયાલ, સ્વાતિ મિશ્રા, ગીતા રબારી, ઓસમાણ મીર અને પીએમ મોદી એક 14 વર્ષીય દીકરીના ભજન ઓતપ્રોત થઈ ગયા છે અને તેમણે આ ભજનનો વીડિયો પણ શેર કર્યો છે. આવો જોઈએ કોણ છે આ 14 વર્ષીય દીકરી અને પીએમ મોદીએ તેના વખાણ કરતાં શું કહ્યું…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૂર્યગાયત્રી નામની દીકરીના ભજનનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે અને તેના ભરપેટ વખાણ પણ કર્યા હતા. પીએમ મોદીએ વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે આજે જ્યારે અયોધ્યા ધામમાં શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં સૂર્યગાયત્રીના કંઠે ગવાયેલું આ ભજનો તમને રામમય કરી દેશે.
પીએમ મોદી કોઈ ટ્વીટ કરે અને એ વાઈરલ ના થાય તો જ નવાઈ. આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે અને લોકો એના પર સતત કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ પણ કરી રહ્યા છે.
સૂર્યગાયત્રી ઉત્તરી કેરળના વડકારાના પુરામેરી ગામની રહેવાસી છે અને તેણે નાની ઉંમરમાં જ ગાવાનું શરૂ કર્યું હતું. 10 વર્ષની ઉંમરમાં તો સૂર્યગાયત્રીને મુંબઈ શનમુખાનંદ અને ત્રિવેદ્રમ કલાનિધિ સંગીત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવી આવી હતી. આ સિવાય સુબ્બુલક્ષ્મીથી ફેલોશિપ પણ મળી હતી.
છોટા પેકેટ બડા ધમાકાના ન્યાયે સૂર્યગાયત્રીએ ખૂબ જ નામ કમાવી લીધું છે. સૂર્ય ગાયત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ પોપ્યુલર છે અને યુટ્યૂબ પર તેના 150 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.