આ એકટ્રેસને સાડીમાં જોઈને બેકાબૂ થયા ફેન્સ, કહી દીધી આ વાત…
નવા જનરેશનની એક્ટ્રેસ ફિલ્મોની સાથે સાથે જ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને લાઈમ લાઈટમાં ચોરવામાં માહેર છે. આજે અમે અહીં આવી જ એક્ટ્રેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર સાડીવાળા ફોટો પોસ્ટ કરીને ફેન્સને પાગલ ઘેલા કરી દીધા છે આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ… શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂરની સાદગીથી તો આપણે બધા ખૂબ જ સારી રીતે વાકેફ છીએ અને જાહ્નવી એ સોશિયલ મીડિયા પર પોતાના સાડીવાળા ફોટા પોસ્ટ કરીને ઈન્ટરનેટનો પારો વધારી દીધો હતો.
ફેન્સ સાડીમાં જાહ્નવીના આ ફોટો પરથી નજર નહીં હટાવી શક્યા નહોતા અને તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા. ફેન્સ જાહ્નવી કપૂરને સાડીમાં જોઈને તેના દિવાના બની ગયા છે અને તેને ફેન્સ તેને ક્યુટ, બ્યુટીફૂલ કહી રહ્યા છે. એટલું જ નહીં કેટલાક લોકો તો તેની સરખામણી તેની માતા શ્રીદેવી સાથે કરીને તેને શ્રીદેવી પાર્ટ ટુ કહી રહ્યા છે.
જાહ્નવી કપૂરે ઓફ વાઈટ કલરની સાડી પહેરી છે. આ સાડી સાથે ડાયમંડની નેકલેસ અને મેચિંગ ઈયરરિંગ પહેરી છે. હળવા સ્મોકી મેકઅપમાં જાહ્નવીની સુંદરતા એકદમ ખીલી ઉઠી છે. ખુલા વાળ અને કપાળમાં નાનકડી બિંદી સાથે જાહ્નવી કપૂર એકદમ બ્યુટીફુલ લાગી રહી છે અને તેના પરથી નજર હટાવવાનું ખૂબ જ મુશ્કેલ છે. જાહ્નવી કપૂરનો આ અનોખો અંદાજ જોઈને ફેન્સ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોકે આ પહેલી વખત નથી કે જયારે જાહ્નવી કપૂર આ રીતે પોતાના લૂકથી લોકોને દિવાના બનાવ્યા હોય. જાહ્નવી કપૂર ક્યારેક ટ્રેડિશનલ લુકમાં તો ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં ધમાલ મચાવતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેના ફોટો તરત વાઈરલ થઈ જતાં હોય છે.