![Manjot Singh from Animal Fame extends a helping hand and prevents a young woman from suicide](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/Manjot-Singh-from-Animal-Fame-extends-a-helping-hand-and-prevents-a-young-woman-from-suicide.webp)
નવી દિલ્હીઃ રીલ લાઈફમાં એક હીરો દસને મારે ને યુવતીનો જીવ બચાવે તે જોયું હશે પણ રીયલ લાઈફમાં હીરોગીરી બતાવવી ખૂબ અઘરી છે. આવી હીરોગીરી મનજોત સિંહે બતાવી છે. મનજોત તાજેતરમાં રીલિઝ થયેલી અને સુપરહીટ સાબિત થયેલી એનિમલ ફિલ્મમાં મુખ્ય અભિનેતા રણબીર કપૂરનો ભાઈ બન્યો છે. તેણે એક યુવતીને આત્મહત્યા કરતી બચાવી છે. આના વાયરલ થયેલા વીડિયો જોતા જણાઈ રહ્યું છે કે યુવતી ઊંચી ઈમારત પરથી કૂદકો મારી જીવ આપવા જઈ રહી હતી, પણ વચ્ચેના માળે લટકી પડી ત્યાં જ નવજોતે આવી તેનો હાથ પકડી તેનો જીવ બચાવ્યો હતો.
એનિમલ ફિલ્મમાં રણબીર કપૂરના પિતરાઈ ભાઈનો રોલ કરનાર મનજોત સિંહ આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ એક જૂનો વીડિયો છે જેમાં મનજોત કેવી રીતે એક છોકરીને આત્મહત્યા કરતા બચાવી રહ્યો છે તે જોવા મળે છે. મનજોતે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો, જેને લોકોએ પસંદ કર્યો હતો અને મનજોત રાતોરાત હીરો બની ગયો હતો.
વીડિયો પોસ્ટ થતાની સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને લોકો મનજોતને રિયલ લાઈફનો હીરો કહી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરીને લોકો મનજોતને રિયલ લાઈફનો હીરો કહી રહ્યા છે. જોકે આટલો જૂનો વીડિયો મનજીતે એમ જ શેર કર્યો કે કંઈ કારણ છે તે જાણવા મળ્યું નથી. ઘણીવાર મળેલી પ્રસિદ્ધિને વટાવી લેવામાં આવતી હોય છે. જોકે ભલે વીડિય જૂનો હોય પણ મનજીતે બતાવેલી હિંમત અને કોઈનો જીવ બચાવવા લીધેલું જોખમ વખાણવાલાયક છે.