આમચી મુંબઈ

ગેરકાયદે બાંધકામ સામે થાણે પાલિકાની ઝુંબેશ

કાર્યવાહીમાં ઢીલાશ રાખનારા અધિકારીને કરાશે સસ્પેન્ડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકાએ પણ શહેરમાં ઠેર ઠેર ઊભા થઈ ગયેલા ગેરકાયદે બાંધકામ સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે, જે હેઠળ 10 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં ચાલનારી વિશેષ ઝુંબેશ દરમિયાન ગેરકાયદે બાંધકામ સામે આંખ આડી કરનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ચીમકી થાણે પાલિકા કમિશનરે આપી છે. આ ઝુંબેશ સમગ્ર થાણે શહેરમાં ચાલશે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વખતોવખત ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, તે મુજબ હવે થાણે મહાનગરપાલિકા દ્વારા પણ શહેરમાં બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ગેરકાયદે બાંધકામ સામે આંખ લાલ કરી છે. થાણે પાલિકા કમિશનર અભિજિત બાંગરે શહેરમાં કોઈ પણ ગેરકાયદે બાંધકામ ઊભું થાય નહીં તેના પર ખાસ ધ્યાન આપવા માટે પાલિકા કમિશનરે તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને કહ્યું છે.
ગેરકાયદે પ્લિંથ તાત્કાલિક તોડી પાડવાનો પણ ચોખ્ખા શબ્દોમાં કમિશનરે આદેશ આપ્યો છે, જેમાં તો ફરી તે જ ઠેકાણે પ્લિંથનું કામ થયું તો જમીન માલિકાના વિરોધમાં ગુનો દાખલ કરવાનું અને જમીન સરકારી માલિકીની હોય તો બાંધકામ કરનારા સામે ગુનો દાખલ કરવાનું તેમ જ એમપીડીએ અંતર્ગત કાર્યવાહી બાબતે પણ વિચાર ચાલી રહ્યો હોવાનું આ સમયે પાલિકા કમિશનરે જણાવ્યું હતું.
ગેરકાયદે બાંધકામ વિરોધની આ ઝુંબેશનો ભાર તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરો પર રહેશે અને તેમની આવશ્યકતા મુજબ તેમને વધારાનું મનુષ્યબળ ઉપલબ્ધ કરી આપવાનો નિર્દેશ પણ કમિશનરે આપ્યો છે. એ સાથે જ મહારાષ્ટ્ર સુરક્ષા મંડળ પાસેથી વધારાના જવાનોની મદદ લેવામાં આવશે. આ દરમિયાન કમિશનરે ગેરકાયદે બાંધકામ માટે કુખ્યાત કલવા, મુંબ્રા અને દિવા જેવા વિસ્તાર પર ખાસ ધ્યાન આપવા કહ્યું છે.ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત